તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના માટે ચાવાળો જવાબદાર!:કોરોનાના વધતા કેસોને કારણે AMCએ 32 કિટલી સીલ કરતાં શહેરની 1124 ચાની કિટલીઓ બંધ થઈ ગઈ

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ.એ શહેરમાં અનેક જગ્યાએ ચાની કિટલી બંધ કરાવી હતી.

શહેરમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. હોસ્પિટલોમાં પણ દર્દીઓથી ઊભરાઈ છે. લોકો માસ્ક પહેરતા ન હોવાથી અને સોશિયલ ડિસ્ટન્સિંગનો સૌથી વધુ ભંગ થતો હોય તેવી ચાની કિટલીઓવાળા પર મ્યુનિ.એ તવાઈ બોલાવી છે. બુધવારે મ્યુનિ.એ 32 ચાની લારી, દુકાનોને સીલ કરી છે. શહેરમાં 1124 ચાની કિટલીવાળાને કોરાનાના સંક્રમણના ફેલાવા વિશે સમજાવતા તેમણે જાતે જ લારીઓ બંધ કરી દીધાનું મ્યુનિ.નું કહેવું છે.

સોલિડ વેસ્ટ વિભાગની 122 ટીમ તેમજ પોલીસની સંયુક્ત ટીમે શહેરના મહત્ત્વના પોઈન્ટ પર આવેલી ચાની લારીઓ સામે તવાઇ બોલાવી હતી. લાલદરવાજા લકી ટી સ્ટોલ સહિતની મોટી ટી સ્ટોલ પણ બંધ કરાવી છે. ખાસ કરીને શોપિંગ મોલ, દુકાનો, માર્કેટો બાદ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરતા ન હોવાની જોગવાઈઓનો ભંગ થતો હોય તેવા સ્થળ ચાની લારીઓ પર તપાસ શરૂ કરાઈ હતી. શહેરમાં એકાએક કિટલીઓ બંધ કરાવતા અનેક ટી સ્ટોલના માલિકોમાં રોષ છે.

કયા ઝોનમાં ચાની લારી બંધ કરાવાઈ
સોલિડ વેસ્ટ વિભાગની 122 ટીમ તેમજ પોલીસે 7 ઝોનમાં આવેલી ચાની કિટલી પર તવાઈ બોલાવી.

ઝોનસીલજાતે બંધ કરી
પૂર્વ837
પશ્ચિમ7227
ઉત્તર8194
દક્ષિણ3146
મધ્ય0211
ઉ.પશ્ચિમ0204
દ.પશ્ચિમ6105
કુલ321124
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો