તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેધર:શહેરમાં સતત બીજા દિવસે 15.4 ડિગ્રી સાથે રાત્રે ઠંડીની લહેર છવાયેલી રહી

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષની તુલનામાં તાપમાન 4.3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછું
  • બપોરે તાપમાન 29.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું
  • હવામાં ભેજનું પ્રમાણ 49 ટકા રહ્યું

ભાવનગર શહેરમાં બે દિવસથી 15.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને રાત્રે ઠંડીની લહેર છવાયેલી છે. મોડી રાત્રે અને વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ ભાવેણાવાસીઓને થઇ રહ્યો છે. ઉત્તરના ટાઢાબોળ પવનની લપેટમાં ભાવનગર આવી જતાં ગરમ વસ્ત્રોની હુંફમાં નગરજનો બહાર નિકળે છે. ગત વર્ષે 22 નવેમ્બરે ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 19.7 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ અને શિયાળો બરાબરજામ્યો ન હતો તેની તુલનામાં આ વર્ષે આજે તાપમાન 4.3 ડિગ્રી નીચું નોંધાયું છે અને શીયાળુ ઠંડી બરાબર જામી ગઇ છે.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન ઘટીને 28.9 ડિગ્રી સેન્ટીગ્રેડ ગઇ ગયેલું તે આજે નજીવું વધીને 29.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 15.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે પણ યથાવત રહેતા ઠંડીની લહેર રહી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો