વિવાદને રામ-રામ / અયોધ્યા નગરી ધર્મના સૌથી મોટા કેન્દ્ર તરીકે આ રીતે વિકસિત થઇ શકે 

The city of Ayodhya could be developed as the largest center of religion

  • અયોધ્યામાં સુવિધાઓ થઈ જશે તો 15 ગણાથી વધુ શ્રદ્ધાળુ/પ્રવાસીઓ વધશે

Divyabhaskar.com

Nov 10, 2019, 02:08 AM IST

નવી દિલ્હી: સુપ્રીમકોર્ટના ચુકાદા પછી અયોધ્યામાં મંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે. મંદિર નિર્માણ સાથે જ અયોધ્યા દેશ જ નહીં પણ વિશ્વના લોકોના એક નવા રૂપને આકર્ષિત કરશે. એવામાં અયોધ્યા વેટિકન અને મક્કા જેવા મોટા આંતરરાષ્ટ્રીય ધાર્મિક શહેરો તરીકે વિકસિત થાય. ભાસ્કરે 100 સ્માર્ટ સિટી પરિયોજના સાથે સંકળાયેલા નિષ્ણાતોથી જાણ્યું - છેવટે અયોધ્યાને કઈ રીતે વિકસાવી શકાય છે. ધર્મના સૌથી મોટા કેન્દ્ર તરીકે અયોધ્યા આ રીતે વિકસિત થઇ શકે છે.

હવે અયોધ્યા વેટિકન સિટી અને મક્કા જેવા મોટા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્થળો તરીકે વિકસિત થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે અયોધ્યામાં એ ક્ષમતા છે કેમ કે ભૌગોલિક પરિસ્થિતિ અને મોટા શહેરોથી નજીક હોવું તેનું મોટું કારણ છે. 2018-19 દરમિયાન અયોધ્યામાં લગભગ 1.5 લાખ લોકો આવ્યાં. નિષ્ણાતો માને છે કે અયોધ્યાને જો યોગ્ય રીતે વિકસિત કરાશે તો ઓછામાં ઓછા વર્તમાન સ્થિતિથી 15 ગણા વધુ પર્યટક/શ્રદ્ધાળુ પહોંચવા લાગશે. અયોધ્યા કઈ રીતે આંતરરાષ્ટ્રીય પર્યટનનું કેન્દ્ર બની શકે છે. સૌથી પહેલા જરૂર અયોધ્યાના બ્રાન્ડિંગની છે. રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની હોટલ અને રેસ્ટોરાં ચેઇન શરૂ કરાવવા માટે એક એમઓયુ કરવા જોઈએ. વધુ એક વાત અયોધ્યા ફક્ત હિન્દુઓની નથી પણ બૌદ્ધ અને જૈન લોકો માટે મહત્ત્વ ધરાવે છે. એટલા માટે અહીં એક ભવ્ય મ્યુઝિયમ બનાવવું જોઈએ. તેને રામચરિત માનસના સાત ખંડોની તર્જ પર બનાવી શકાય છે. દેશના ધાર્મિક મહત્ત્વના શહેરો માટે ચાલી રહેલા હૃદય અને શહેરી પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને દુરસ્ત કરવા માટે અમૃત યોજનાથી અયોધ્યાને જોડવું. જેથી શહેરમાં નળ જળ સપ્લાય, સેનિટેશન, સીવર, વેસ્ટ મેનેજમેન્ટ, અપ્રોચ રોડ્સ, ફૂટપાથ, સાઈકલ ટ્રેક, સ્ટ્રીટ લાઈટ્સ વગેરેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.-(સહયોગી - ડો. અરવિંદ પાંડે એનઆઈયૂએ).

સરયૂમાં ક્રૂઝ
અયોધ્યાથી વહેતી સરયૂ નદીને પૂર્ણરૂપે સાફ કરવી, કાશીની તર્જ પર ભવ્ય ઘાટોનું નિર્માણ અને સાથે જ બોટ, સ્ટીમ અને ક્રૂઝ નદીમાં ચલાવવા જોઈએ. તેનાથી લોકોને રોજગાર અને સરકારને રાજસ્વ મળશે.
નવો માસ્ટર પ્લાન
221 મીટર ઊંચી રામ ભગવાનની મૂર્તિનું નિર્માણ શરૂ થયા પછી અયોધ્યાનો માસ્ટર પ્લાન ફરીથી બનાવી શકાય. જેનાથી લોકોને વધારે રોજગાર, નવા બજાર, પાર્ક, પહોળાં માર્ગ વગેરે મળી શકે.
પાંચ મુખ્ય શહેરોની ધાર્મિક સર્કિટ બની શકે
અયોધ્યાથી લખનઉ, ગોરખપુર, અલ્લાહાબાદ અને વારાણસી 200 કિમી દૂર સ્થિત છે અને આ શહેર ધાર્મિક અને ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. સરકાર આ પાંચે શહેરોને જોડીને એક સર્કિટ બનાવે. દેશની રાજધાની દિલ્હીથી પણ અયોધ્યા 700 કિમી દૂર છે. એવામાં દિલ્હીને અયોધ્યાથી એક્સપ્રેસ વે સાથે જોડી શકાય છે.
ઈન્ટરનેશનલ એરપોર્ટ
કેમ કે અયોધ્યાનું સીધું ઐતિહાસિક જોડાણ નેપાળ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને ઈન્ડોનેશિયા જેવા દેશો સાથે છે. એટલા માટે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવાશે. 2014માં એરપોર્ટ પર એમઓયુ થયું હતું પણ તેના પર કોઈ કામ ના થયું.
આધુનિક બસ સ્ટેન્ડ
આંતરરાષ્ટ્રીય સુવિધાઓ ધરાવતા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનનું નિર્માણ. એસી લોઅર ફ્લોર બસ અને તેજસ, શતાબ્દીની સુવિધાઓ ધરાવતી રેલવેને અયોધ્યા સાથે જોડવી જોઈએ. તેનાથી અહીં પર્યટકોની સંખ્યા વધશે.

હાલ દેશના સૌથી મોટા ધાર્મિક સ્થળ
તિરુપતિ બાલાજી
વાર્ષિક શ્રદ્ધાળુ - 2.5 કરોડ
વાર્ષિક આવક - 3100 કરોડ રૂપિયા

વૈષ્ણોદેવી
વાર્ષિક શ્રદ્ધાળુ - 90 લાખ
વાર્ષિક આવક - 418 કરોડ રૂપિયા

શિરડી સાંઈ મંદિર
વાર્ષિક શ્રદ્ધાળુ - 1.80 કરોડ
વાર્ષિક આવક - 550 કરોડ રૂપિયા

સુવર્ણ મંદિર
વાર્ષિક શ્રદ્ધાળુ - 3.65 કરોડ
વાર્ષિક આવક - 80 કરોડ રૂપિયા

સિદ્ધિ વિનાયક
વાર્ષિક શ્રદ્ધાળુ - 91 લાખ
વાર્ષિક આવક - 90-100 કરોડ રૂપિયા

શ્રીરામ વનવાસમાં જે 17 સ્થળે રોકાયા હતા, ત્યાં જ કોરિડોર બનાવાશે
જાણીતા ઈતિહાસકાર અને પુરાતત્ત્વ સંશોધક ડૉ. રામઅવતારે શ્રીરામ અને સીતાના જીવનની ઘટનાઓ સાથે જોડાયેલા એવા 200થી વધુ સ્થળની શોધ કરી છે, જ્યાં રામ અને સીતા વનવાસ વખતે રોકાયા હતા. આ સ્થળોને કોરિડોર તરીકે વિકસાવવાની યોજના છે. અયોધ્યાથી રામેશ્વરમ સુધી પ્રવાસનનો નવો નકશો તૈયાર કરાઈ રહ્યો છે. સંશોધકો પ્રમાણે, રામ વન ગમન પથ યોજના આ પ્રમાણે છે.
તમસા નદી: અયોધ્યાથી 20 કિ.મી દૂર આવેલી આ નદી રામ-સીતાએ હોડીમાં બેસીને પાર કરી હતી.
શ્રૃંગવેરપુર તીર્થ: પ્રયાગરાજથી 20-22 કિ.મી. દૂર આ સ્થળ નિષાદરાજનું ગૃહરાજ્ય હતું. અહીંથી જ તેમણે ગંગા પાર કરવાનું કહ્યું હતું. શ્રૃંગવેરપુર હાલમાં સિંગરૌર તરીકે જાણીતું છે.
કુરુઈ: સિંગરૌરમાં ગંગા પાર કરીને શ્રીરામ કુરઈમાં રોકાયા હતા.
પ્રયાગ: કુરઈથી આગળ જઈને રામ-સીતા અને લક્ષ્મણ પ્રયાગ પહોંચ્યા હતા.
ચિત્રકૂટ: ત્યાર પછી રામ ચિત્રકૂટ ગયા, જ્યાં રામને અયોધ્યા પરત લઈ જવા ભરત આવ્યા હતા.
સતના: અહીં અત્રિ ઋષિનો આશ્રમ હતો.
દંડકારણ્ય: ચિત્રકૂટથી નીકળીને રામ દંડકારણ્ય ગયા હતા. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રનો કેટલોક હિસ્સો મળીને દંડકારણ્ય બન્યું હતું.
પંચવટી નાસિક: દંડકારણ્યમાં મુનિઓના આશ્રમોમાં રહ્યા પછી રામ અગસ્ત્ય મુનિના આશ્રમ ગયા. આ આશ્રમ નાસિકના પંચવટી ક્ષેત્રમાં છે, જે ગોદાવરી નદીના કિનારે છે. અહીં જ લક્ષ્મણે શૂપર્ણખાનું નાક કાપ્યું હતું.
સર્વતીર્થ: નાસિક ક્ષેત્રમાં જ રાવણે સીતાનું હરણ અને જટાયુનો વધ કર્યો હતો. આ તીર્થ પર જ લક્ષ્મણ રેખા હતી.
પર્ણશાલા: પર્ણશાલા આંધ્રપ્રદેશમાં ખમ્મમ જિલ્લાના ભદ્રાચલમમાં છે. રામાલયથી આશરે એક કલાકના અંદરે આવેલી પર્ણશાલાને પનસાલા પણ કહે છે.
તુંગભદ્રા: તુંગભદ્રા અને કાવેરી નદી ક્ષેત્રના અનેક સ્થળે રામ, સીતાની ખોજમાં ગયા હતા.
શબરીનો આશ્રમ: રામ રસ્તામાં પમ્પા સરોવર પાસે શબરી આશ્રમ ગયા હતા, જે કેરળમાં આવેલો છે.
ઋષ્યમૂક પર્વત: મલય પર્વત અને ચંદન વનને પાર કરીને ઋષ્યમૂક પર્વત તરફ આગળ વધ્યા. અહીં તેઓ હનુમાન અને સુગ્રીવને મળ્યા અને બાલીનો વધ કર્યો.
કોડીકરઈ: અહીં રામની સેનાએ પડાવ નાંખ્યો હતો અને રામેશ્વરમ્ તરફ કૂચ કર્યું હતું.
રામેશ્વરમ્: રામે લંકા પર ચઢાઈ કરતા પહેલા અહીં ભગવાન શિવની પૂજા કરી હતી. રામેશ્વરમના શિવલિંગની સ્થાપના રામે કરી હતી.
ધનુષકોડી: રામ રામેશ્વરમ આગળ ધનુષકોડી પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે રામ સેતુ બનાવ્યો હતો.
નુવારા એલિયા પર્વત: શ્રીલંકામાં નુઆરા એલિયા પહાડોની આસપાસ સ્થિત રાવણ ધોધ, રાવણ ગુફા, અશોક વાટિકા, ખંડેર થઈ ગયેલા વિભિષણના મહેલ વગેરેની પુરાતત્ત્વીય તપાસ કરીને તે રામાયણ કાળના હોવાની પુષ્ટિ કરાઈ હતી.

સ્કંદપુરાણથી માંડીને રાધાકૃષ્ણનનાં પુસ્તકનો પણ ઉલ્લેખ
અયોધ્યા મામલે સુપ્રીમકોર્ટે તેના ચુકાદામાં ધર્મગ્રંથો અને અનેક વિદ્વાનોના પુસ્તકોનો પણ ઉલ્લેખ કર્યો છે. કોર્ટે કહ્યું કે તેને એ વિવાદ ઉકેલવાનું કામ અપાયું છે કે જેની શરૂઆત જ એટલી જૂની છે કે જેટલો જૂનો ભારતનો વિચાર છે. કોર્ટે માન્યું કે ફોરેન્સિક પુરાવાએ આ કેસની ગૂંચ ઉકેલવામાં મદદ કરી. તદુપરાંત, વાલ્મીકિ રામાયણ, સ્કંદપુરાણના શ્લોકો અને રામચરિત માનસના દોહા-ચોપાઇઓનો પણ ચુકાદામાં ઘણા સ્થળે ઉલ્લેખ છે.
જીવવાની પદ્ધતિ છે હિન્દુત્વ
હિન્દુત્વની વ્યાખ્યા માટે ‘શાસ્ત્રી યજ્ઞપ્રસાદજી તથા અન્યો અને મૂલદાસ ભૂધરદાસ તથા અન્યો’ના કેસમાં સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદાનો ઉલ્લેખ કરીને જણાવાયું કે અન્ય ધર્મોની જેમ હિન્દુ ધર્મના કોઇ એક દેવદૂત નથી. આને વ્યાપક ધોરણે તમે જીવવાની પદ્ધતિ કહી શકો છો, બીજું કંઇ નહીં. હિન્દુત્વ અંગેના ડૉ. રાધાકૃષ્ણનના વિચારો અને તેમના પુસ્તક ‘ધ હિન્દુ વ્યૂ ઑફ લાઇફ’ તથા મોનિયર વિલિયમ્સની બુક ‘રિલીજિયસ થોટ એન્ડ લાઇફ ઇન ઇન્ડિયા’નો પણ ઉલ્લેખ છે.
અયોધ્યા સૌથી પવિત્ર 7 નગરી પૈકી એક
અયોધ્યાના મહાત્મ્ય અંગે કોર્ટે વૃહદધર્મોત્તરા પુરાણનો ઉલ્લેખ કરીને કહ્યું કે-
અયોધ્યા મથુરા માયા કાશી કા ચી અવન્તિકા,
પુરી દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષ દાયિકા.
-અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી, અવન્તિકા (ઉજ્જૈન) અને દ્વારાવતી (દ્વારકા) 7 સૌથી પવિત્ર નગરી છે.
રામ દિવ્ય લક્ષણો સાથે જન્મેલા
સુપ્રીમકોર્ટે ચુકાદામાં રામજી દિવ્ય લક્ષણો સાથે જન્મ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. કોર્ટે વાલ્મીકિ રામાયણના બાલકાંડનો ઉલ્લેખ કરીને કહ્યું કે-
પ્રોદ્યમાને જગન્નાથં સર્વલોકમસ્કૃતમ,
કૌસલ્યાજનયદ્ રામં દિવ્યલક્ષ્ણસંયુતમ.
-કૌશલ્યાએ એવા પુત્રને જન્મ આપ્યો છે કે જે પૂરી દુનિયાનો સ્વામી છે. તેને સૌ પ્રેમ કરે છે અને તેનામાં દિવ્ય લક્ષણો છે.
સ્કંદપુરાણમાં જન્મસ્થળનો ઉલ્લેખ છે
સ્કંદપુરાણના વૈષ્ણવ ખંડના પ્રસંગોનો ઉલ્લેખ કરી રામ જન્મસ્થળનું વર્ણન કરાયું છે-
તસ્માત્ સ્થાનત એશાને રામ જન્મ પ્રવર્તતે,
જન્મસ્થાનમિદં પ્રોક્તં મોક્ષાદિફલસાધનમ.
વિઘ્નેશ્વરાત પૂર્વ ભાગે વાસિષ્ઠાદુત્તરે તથા,
લૌમશાત્ પશ્ચિમે ભાગે જન્મસ્થાનં તત: સ્મૃતમ.
-તે સ્થળની ઉત્તર-પૂર્વમાં રામનું જન્મસ્થળ છે. આ પવિત્ર સ્થળ મોક્ષનું માધ્યમ છે. કહેવાય છે કે આ જન્મસ્થળ વિઘ્નેશ્વરાની પૂર્વે, વશિષ્ટની ઉત્તરે અને લૌમાસાની પશ્ચિમે છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, લૌમાસા જ ઋણ મોચન ઘાટ છે.
ગુરુનાનક દેવજી અયોધ્યા ગયા હતા
સુપ્રીમકોર્ટના 5 જજની બેન્ચે ચુકાદામાં ગુરુનાનક દેવજીની અયોધ્યા યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો છે. બેન્ચે કહ્યું કે વિક્રમ સં. 1564 (ઇ.સ.1507)ની ભાદરવી પૂનમે ઇશ્વરનો સાક્ષાત્કાર થયા બાદ ગુરુનાનક દેવજીએ તીર્થયાત્રા પર નીકળવાનું નક્કી કર્યું. ત્યારે તેઓ દિલ્હી, હરિદ્વાર અને સુલતાનપુર થઇને અયોધ્યા ગયા. તેમને આ યાત્રામાં 3-4 વર્ષ લાગ્યા. તેઓ વિક્રમ સં. 1567-68 (ઇ.સ. 1510-11)માં રામ જન્મભૂમિ મંદિર જોવા ગયા. ત્યાં સુધીમાં બાબરે ભારત પર હુમલો નહોતો કર્યો.

X
The city of Ayodhya could be developed as the largest center of religion
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી