• Home
  • Utility
  • The check truncation system will be implemented in all banks, the check will be cleared in 24 hours

બેંકિંગ / તમામ બેંકોમાં ‘ચેક ટ્રંકેશન સિસ્ટમ’લાગુ થશે, 24 કલાકમાં ચેક ક્લિયર થઈ જશે

The check truncation system will be implemented in all banks, the check will be cleared in 24 hours

  • સપ્ટેમ્બર 2020 સુધી તેનો ઉપયોગ દેશમાં દરેક જગ્યાએ શરૂ કરી દેવામાં આવશે
  • CTSની અંતર્ગત તમારે ચેક ક્લિયર કરવા માટે એક બેંકથી બીજી બેંકમાં જવાની જરૂર રહેશે નહીં
  • અત્યારની સિસ્ટમ અનુસાર ચેક ક્લિયર થવામાં 2થી 3 દિવસનો સમય લાગે છે

Divyabhaskar.com

Feb 08, 2020, 02:49 PM IST

યુટિલિટી ડેસ્ક. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS)ને સમગ્રે દેશમાં લાગુ કરવાની જાહેરાત કરી છે. RBIના જણાવ્યા પ્રમાણે, CTSથી ઘણો ફાયદો થયો છે, તેને જોતાં સપ્ટેમ્બર 2020 સુધી તેનો ઉપયોગ દેશમાં દરેક જગ્યાએ શરૂ કરી દેવામાં આવશે. CTSની અંતર્ગત તમારે ચેક ક્લિયર કરવા માટે એક બેંકથી બીજી બેંકમાં જવાની જરૂર રહેશે નહીં, તેનાથી સમયની પણ બચત થશે અને ચેક એક દિવસમાં જ ક્લિયર થઈ જાય છે. અત્યારની સિસ્ટમ અનુસાર ચેક ક્લિયર થવામાં 2થી 3 દિવસનો સમય લાગે છે. RBIએ આ સિસ્ટમ 2010માં શરૂ કરી હતી.

છેતરપિંડીની સંભાવના ઓછી રહે છે
ચેક ક્લિયરિંગ માટેના સમયને ઘટાડવા અને તેનાથી થતી છેતરપિંડીને રોકવા માટે CTS લાગુ કરવામાં આવી હતી. CTS દ્વારા વેરિફિકેશન સરળ અને ઝડપી થાય છે, જેના કારણે છેતરપિંડીની સંભાવના ઓછી રહે છે. CTSથી પહેલા ચેક ક્લિયર થવામાં ઘણો સમય લાગતો હતો, જેના કારણે ન માત્ર ગ્રાહકો, પરંતુ બેંકોને પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો.

આ રીતે કામ કરે છે CTS
તેના અંતર્ગત ચેક ક્લિયર કરવા માટે એક બેંકમાંથી બીજી બેંકમાં જવાની જરૂરી નહીં પડે, ઉપરાંત તેની ઈલેક્ટ્રિક ઈમેજ પણ મોકલી શકાય છે, જેનાથી કામ જલ્દી અને સરળ થઈ જાય છે. તેની સાથે અન્ય જરૂરી જાણકારી જેમ કે, MICR (મેગ્નેટિક ઈંક કેરેક્ટર રેકગ્નિશન) બેન્ડ, વગેરે મોકલી શકાય છે. તેના દ્વારા સમયની બચત થાય છે. જેના કારણે આ પ્રોસેસ 24 કલાકમાં સંપૂર્ણ થઈ જાય છે. જે ગ્રાહકોની પાસે CTS સ્ટાન્ડર્ડ ચેક ન હોય તેવા ગ્રાહકોએ તેમના ચેક બદલવા પડશે. આ મલ્ટી સિટી ચેક છે.

તેના ફાયદા

  • CTS ચેકનું ક્લિયરિંગ 24 કલાકમાં થઈ જાય છે
  • આવા ચેકનો નકલી ચેક તરીકે ઉપયોગ નથી કરી શકાતો
  • દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈપણ બેંકમાં ક્લિયરિંગની સુવિધા
  • પેપર ક્લિયરિંગને લઈને થતા જોખમથી પણ છૂટકારો મળે છે
  • બેંકો અને ગ્રાહકો બંનેને માટે આ સુવિધા આરામદાયક છે
X
The check truncation system will be implemented in all banks, the check will be cleared in 24 hours

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી