ચેરિટી / મિસ ઇંગ્લેન્ડ ભાષા મુખર્જીએ કોલકાતામાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે 17 લાખ રૂપિયા દાન કર્યા

The charity, Miss England, Bhasha Mukherjee sold tickets for the children of Kolkata

  • આ ડોનેશન તેણે 'હોપ ફાઉન્ડેશનમાં' કર્યું છે
  • ડોનેશનની રકમ માટે તેણે ઇવેન્ટની ટિકિટ વહેંચી હતી
  • 23 વર્ષીય ભાષા પાસે મેડિકલની બે ડિગ્રી છે

Divyabhaskar.com

Oct 09, 2019, 10:13 AM IST

યૂથ ઝોન ડેસ્ક: ભારતીય મૂળની મિસ ઇંગ્લેન્ડ-2019 ભાષા મુખર્જીએ કોલકાતામાં રસ્તા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે 20 હજાર પાઉન્ડ એટલે કે 17 લાખ રૂપિયા ભેગા કરીને 'હોપ' ફાઉન્ડેશનને દાન કર્યા છે. આ રકમ તેણે એક ઇવેન્ટની ટિકિટ વેચીને ભેગા કર્યા છે. 23 વર્ષીય ભાષા સાથે મેડિકલ ફિલ્ડની બે ડિગ્રી છે. તેણે મિસ ઇંગ્લેન્ડનો તાજ પહેરીને ગણતરીના કલાકોમાં જ જુનિયર ડોક્ટર તરીકેની જોબ શરુ કરી દીધી હતી.

મિસ વર્લ્ડ કોમ્પિટિશનમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ
ભાષાએ કહ્યું કે, હું કોલકાતાની છું કદાચ એટલે જ હોપ ફાઉન્ડેશન મારા દિલની ગણું નજીક છે. હોપ ફાઉન્ડેશન માત્ર કોલકાતાના બાળકો જ નહીં પણ દુનિયાના બાળકો માટે છે.આ રકમ કોલકાતામાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે ખર્ચ કરવાં આવશે. ભાષા 9 વર્ષની ઉંમરે કોલકાતા છોડીને લંડન ચાલી ગઈ હતી. ભાષાએ મેડિકલ સાયન્સ ઉપરાંત મેડિસિન અને સર્જરીમાં ગ્રેજ્યુએટ કર્યું છે. ભાષા ડિસેમ્બરમાં યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરશે.

વર્ષ 1999માં હોપ ફાઉન્ડેશનની સંસ્થા થઈ
આયર્લેન્ડની મૉરીન ફોરેસ્ટ વર્ષ 1999માં કોલકાતામાં હોપ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.

X
The charity, Miss England, Bhasha Mukherjee sold tickets for the children of Kolkata
The charity, Miss England, Bhasha Mukherjee sold tickets for the children of Kolkata
The charity, Miss England, Bhasha Mukherjee sold tickets for the children of Kolkata
The charity, Miss England, Bhasha Mukherjee sold tickets for the children of Kolkata

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી