• Home
  • Utility
  • Utility News
  • The central government has fixed the default temperature of AC at 24 degrees, the Supreme Court said decided to use the paper on both sides.

બે નિર્ણય / કેન્દ્ર સરકારે એસીનું ડિફોલ્ટ તાપમાન 24 ડિગ્રી નક્કી કર્યું, સુપ્રીમકોર્ટે કહ્યું- કાગળનો બંને તરફ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો

The central government has fixed the default temperature of AC at 24 degrees, the Supreme Court said - decided to use the paper on both sides.

24 ડીગ્રી પર એસી ચલાવવાથી 10 હજાર કરોડ વીજળીની બચત થશે, 1 ડિગ્રી તાપમાનમાં 6% બચત થશે
સુપ્રીમ કોર્ટે કાગળ બચાવવાનો નિર્દેશ સીએસએસસીની અરજી પર આપ્યો છે
કાગળ 6-7 વખત ફરીથી રિ-સાઈકલ કરી શકાય છે. 38% રિ-સાઈકલ થઇ શકે છે

Divyabhaskar.com

Jan 19, 2020, 12:32 PM IST

યુટિલિટી ડેસ્ક. દેશમાં તાજેતરમાં બે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. તેનાથી આર્થિક બચતની સાથે સાથે પર્યાવરણ પણ સારું રહેશે. પ્રથમ કેન્દ્ર સરકાર દ્વારા એર કંડિશનર (એસી) માટે ડિફોલ્ટ તાપમાન 24 ડિગ્રી નક્કી કરાવામાં આવ્યું છે. ઉપરાંત સુપ્રીમકોર્ટે તાજેતરમાં વહીવટી કાર્યો માટે કાગળનો બંને તરફ ઉપયોગ કરવા માટે કહ્યું છે.

પાવર મિનિસ્ટ્રીના અંદાજ મુજબ દેશમાં કુલ જેટલો ઘરેલું વીજળીનો વપરાશ થાય છે તેનો 30થી 40% એસીમાં ઉપયોગ થાય છે. આ નિર્ણય બાદ સરકારને 10 હજાર કરોડની બચત થશે તેવો અંદાજ છે. તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે કાગળ બચાવવાનો નિર્દેશ સેન્ટર ફોર એકાઉન્ટેબિલિટી એન્ડ સિસ્ટેમિક ચેન્જ ( CASC)ની અરજી પર આપ્યો છે.

તો બીજી તરફ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE)ના ડાયરેક્ટર જનરલ અભય બાકરેના જણાવ્યા પ્રમાણે, 1 જાન્યુઆરીથી એટલા માટે એસીનું ડિફોલ્ટ તાપમાન 24 ડિગ્રી રાખવાનો નિયમ બનાવ્યો છે કેમ કે, આ સમયે એસી બનાવવામાં આવે છે.

ડિફોલ્ટ 24 ડિગ્રીનો નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે કેમ કે, તે સ્વાસ્થ્ય માટે અને આર્થિક દૃષ્ટિથી પણ ફાયદાકારક છે. કોમ્પ્રેસર સતત 18 ડિગ્રી અથવા તેનાથી ઓછું હોય તો વિજળી વધું વપરાય છે. એસીમાં ડિફોલ્ટ સેંટિગ 24 ડિગ્રી હશે તો પણ ઉપભોક્તાને તેને ઈચ્છે તો ઓછું કે વધારે કરી શકે છે.

એસીનું તાપમાન 1 ડિગ્રી વધારવાથી 6% વીજળી બચે છે

  • 24 ડિગ્રી એસીનું તાપમાન સેટ કરવાથી 25% વીજળીની બચત થશે
  • જો એસી 24 ડિગ્રી પર ચાલે છે તો 82 લાખ ટન કાર્બન ઉત્સર્જન 1 વર્ષમાં ઘટશે
  • ઉનાળામાં કોમર્શિયલ, રહેણાક મકાનોમાં એસીનો ઉપયોગ કરવા માટે 50 ટકાથી વધુ વીજળી વપરાય છે.
  • એસી 18-21 ડિગ્રી પર ચલાવવાથી નાકની નળી સંકોચાવા લાગે. શ્વાસ લેવામાં તકલીફ, આંખમાં બળતરા થઇ શકે છે.
  • બીઈઈ અનુસાર એસીનું એક ડિગ્રી તાપમાન વધારવાથી 6% વીજળી બચે છે.

તો સુપ્રીમકોર્ટમાં જ દર વર્ષે 2.4 કરોડ પાના બચશે

  • દેશમાં 1.5 કરોડ ટન કાગળનો વપરાશ.
  • કાગળ 6-7 વખત ફરીથી રિ-સાઈકલ કરી શકાય છે. 38% રિ-સાઈકલ થઇ શકે છે.
  • સુપ્રીમકોર્ટમાં અરજીઓની સુનાવણીમાં કાગળનો બંને તરફ ઉપયોગ થાય તો વર્ષે 2.4 કરોડ પાના બચશે. એટલે કે, 2953 વૃક્ષ બચશે
  • આ નિયમ હાઈકોર્ટ-જિલ્લા કોર્ટમાં લાગુ થાય છે તો દર મહિને 22.5 કરોડ પાના બચશે. એટલે 27 હજાર વૃક્ષ બચશે.
X
The central government has fixed the default temperature of AC at 24 degrees, the Supreme Court said - decided to use the paper on both sides.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી