રાજકોટ / CBSE ધો.10-12ની પરીક્ષામાં આ વર્ષે 8 અંકનો રોલ નંબર, ખાના 7 જ હશે

The CBSE DAT.10-12 exam will have 8 digit roll numbers, 7 of this year

  • CBSE બોર્ડની પરીક્ષામાં આ વર્ષે ઉત્તરવહીમાં બદલાવ
  • રાજકોટની તમામ સીબીએસઈ સ્કૂલના પ્રિન્સિપાલને ખાસ ટ્રેનિંગ આપી

Divyabhaskar.com

Jan 25, 2020, 04:50 AM IST

નિહિર પટેલ, રાજકોટઃ સીબીએસઈની ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ આગામી માર્ચ મહિનાથી શરૂ થશે ત્યારે સમયાંતરે પરીક્ષા પદ્ધતિમાં કશું નવું કરતી સીબીએસઈ દ્વારા આ વર્ષે ઉત્તરવહીમાં બદલાવ કરાયો છે. પરીક્ષામાં આ વર્ષે વિદ્યાર્થીઓને તેનો રોલ નંબર 8 અંકનો અપાશે, જ્યારે તે રોલનંબર ઉત્તરવહીમાં લખવા માટેની જગ્યા ભરવા ખાના માત્ર 7 જ અપાશે. એવામાં 7 ખાનામાં 8 અંકનો રોલનંબર કેમ લખવો તે પણ જાણવું જરૂરી છે. રાજકોટમાં તાજેતરમાં જ CBSE દ્વારા એક ટ્રેનિંગ સેશન રાખવામાં આવ્યું હતું જેમાં આગામી પરીક્ષામાં નવી સિસ્ટમ અંગેની જાણકારી દરેક સીબીએસઈ સ્કૂલના પ્રિન્સિપાલને આપવામાં આવી હતી. આચાર્યોને જણાવાયું હતું કે, વિદ્યાર્થીઓને રોલ નંબર કેમ લખાવવો. નવી પદ્ધતિમાં રોલ નંબરનો પ્રથમ અંક ખાનાની બહાર લખવો અને તેને પેન કે પેન્સિલથી બાકીના નંબરની જેમ જ ઘૂંટી દેવાનો રહેશે.

વિદ્યાર્થીઓએ આવી રીતે ઉત્તરવહીમાં રોલનંબર લખવો
ધારો કે તમારો રોલનંબર 36865428 છે તો બાજુમાં જે રીતે નંબર દર્શાવ્યા છે તે રીતે આન્શરસીટમાં રોલ નંબરનો પ્રથમ અંક ખાનાની બહાર લખવાનો રહેશે અને આપેલા નંબરમાં તે નંબરની સામે ડાર્ક કરવાનો રહેશે.

શાળા સંચાલકોએ આ બાબતો ધ્યાનમાં રાખવી પડશે

  • પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ પેપર, બુક, રીડિંગ મટિરિયલ, મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રિક વસ્તુઓ ન લઇ જઈ શકે.
  • ઉત્તરવહીમાં કોઈપણ વિદ્યાર્થી પોતાનો મોબાઈલ નંબર ન લખે, જેથી તેની ઓળખ ખબર ન પડે.
  • વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં માત્ર પ્રશ્નના જવાબ લખે, અન્ય કોઈ લખાણ ન લખે તેની કાળજી રાખવી.
  • શિક્ષકોએ વિદ્યાર્થીઓની ઉત્તરવહીને ધ્યાનથી ચકાસીને જમા કરાવવી.
  • આ વખતે સ્પેશિયલી એબલ્ડ વિદ્યાર્થીઓની ઉત્તરવહી અલગથી સીલપેક કરી મોકલવી.
  • જે-તે સ્કૂલના પ્રિન્સિપાલે પરીક્ષામાં કે પેપર ચેક કરવામાં જે શિક્ષકોની ડ્યૂટી ફિક્સ કરી છે તેને સ્કૂલની ડ્યૂટીમાંથી રિલીવ આપવી પડશે, આવું ન કરવાથી પેનલ્ટી થઇ શકે છે.

70થી વધુ પ્રિન્સિપાલને નવી સિસ્ટમ અંગે તાલીમ આપી
આગામી બોર્ડની પરીક્ષામાં લાગુ થનારી નવી સિસ્ટમ અંગે ગત તારીખ 16ના રોજ સીબીએસઈ દ્વારા ખાસ તાલીમ સેશન રાખવામાં આવ્યું હતું .જેમા રાજકોટના 70થી વધુ પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા. સીબીએસઈ દ્વારા ઇવેલ્યુશનના ભાગ રૂપે પરીક્ષામાં ઉત્તરવહીના રોલ નંબર લખવાની પદ્ધતિમાં બદલાવ કરાયો હોઈ શકે. - મનોજ દૂબે, પ્રિન્સિપાલ, દિલ્હી પબ્લિક સ્કૂલ

X
The CBSE DAT.10-12 exam will have 8 digit roll numbers, 7 of this year
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી