તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • The Boys Cut The Volleyball Net, Then Nirmal Practiced By Adding The Net Daily; At The Same Time, Priyanka Started Playing Kho Kho To Run Home

છોકરાઓ વોલીબોલ નેટ તોડી નાખતા ત્યારે નિર્મલ તેને ફરી જોડી પ્રેક્ટિસ કરતી, જ્યારે પ્રિયંકાએ પરિવારનું ગુજરાન ચલાવવા ખો-ખો રમવાનું શરૂ કર્યું

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારી હાઈટના કારણે કોચે નિર્મલને વોલીબોલ રમવા કહ્યું
  • ગામના લોકોનો વિરોધ છતાં પરિવારના સપોર્ટના કારણે અહીં સુધી પહોંચી શકી
  • અત્યારે મહિલા વોલીબોલ ટીમ ફાઈનલમાં પહોંચી છે

યૂથ ઝોન ડેસ્કઃ હરિયાણાની નિર્મલ તંવર જ્યારે બાળપણમાં વોલીબોલ રમતી તો ગામના છોકરા તેની નેટ તોડી નાંખતા હતા. નિર્મલ રોજ તે નેટ ફરી જોડી પ્રેક્ટિસ કરતી હતી. આજે તે ભારતીય મહિલા ટીમની કેપ્ટન છે. બીજી તરફ મહારાષ્ટ્રની પ્રિયંકાએ પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખો-ખો રમવાનું શરૂ કર્યું. હાલ પ્રિયંકા ભારતીય ટીમની મુખ્ય ખેલાડી છે. બંને ખેલાડીઓ હાલ નેપાળમાં સાઉથ એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે. મહિલા ખો-ખો ટીમે પ્રથમ મેચમાં શ્રીલંકાને ઈનિંગ્સથી હરાવ્યું. બંને ખેલાડીઓના સંઘર્ષની વાર્તા.
 

છોકરાઓ સાથે વોલીબોલ રમતી નિર્મલ તંવર

'મારા પિતા આસન કળામાં ખેડૂત છે. હું પાંચમા ધોરણ સુધી ગામની સ્કૂલમાં જ ભણી છું. ત્યાં સુવિધાઓ ન હોવાથી સરકારી શાળામાં એડમિશન લીધું. મારી હાઈટ સારી હોવાના કારણે કોચે મને વોલીબોલ રમવાની સલાહ આપી. હું સવારે અને સાંજે પ્રેક્ટિસ કરતી હતી. ગામમાં છોકરીઓ આવી રમત રમતી નહોતી, તેથી હું છોકરાઓ સાથે રમતી, મારો ભાઈ પણ સાથે રમતો. ગામના લોકોને સારું નહોતું લાગતું કે એક છોકરી વોલીબોલ રમે. જ્યારે સ્કૂલમાં વોલીબોલની પ્રેક્ટિસ કરતી તો ગામના છોકરાઓ નેટ તોડી નાંખતા. રોજ જગદીશ સાથે મળી ફરી નેટ જોડતી અને પ્રેક્ટિસ કરતી હતી. ડિસ્ટ્રિક્ટ લેવલે નામ થયું તો ગામના લોકો સપોર્ટ કરવા લાગ્યા. વર્ષ 2014માં ભોપાલમાં સાઈ સેન્ટર ખાતે અંડર-23 ઓપન ટ્રાયલ યોજાઈ. હું સિલેક્ટ થઈ. મારા પ્રદર્શને મને સફળતા અપાવી. ઘરમાં કોઈપણ ફંકશન હોય, હું પ્રેક્ટિસ છોડતી નહોતી. હું રમતના કારણે 2 વર્ષ સુધી પરીક્ષા આપી શકી નહીં. તેથી ઓપનથી બીએ કર્યું. હવે રેલવેમાં ટીસી છું. ભારતે ગત ગેમ્સ (2016)માં ગોલ્ડ જીત્યો હતો. મને આ વખતે પણ ગોલ્ડની આશા છે.'

ખો-ખોના કારણે એરફોર્સ ઓથોરિટીમાં નોકરી મળી

પ્રિયંકા પવાર પોતાના જીવનની સંઘર્ષગાથા જણાવતા કહે છે, 'હું ઠાણે પાસેના બદલાપુરમાં રહું છું. જ્યારે પાંચમાં ધોરણમાં હતી ત્યારે સર લંગડી કરાવતા હતા, જેમાં સારું પર્દર્શન કરનારને સ્કૂલમાં ચાલતી ખો-ખો ક્લબમાં સામેલ કરવામાં આવતા હતા. અમારા પરિવારની આર્થિક સ્થિતિ ઘણી દયનીય હતી. ઘરમાં અમે બે બહેનો અને માતા-પિતા છે. ઘરમાં કોઈ કમાનાર કોઈ નહોતું. પિતાને દારૂ પીવાની લત હતી. જ્યારે હું ખો-ખો રમવા લાગી અને તેમાં ઈનામ તરીકે જે રકમ મળતી માતા તેનો ઉપયોગ ઘર ખર્ચ માટે કરતી હતી. મને લાગ્યું કે, પરિવાર માટે કંઈ કરવા માટે ખો-ખો રમતી રહું. નવમાં ધોરણમાં પહોંચી તો ગામના લોકોએ મારા રમવાનો વિરોધ કર્યો. પરંતુ માતાએ સાથ આપ્યો. સ્કૂલના શિક્ષકે પણ આગળ વધવા પ્રેરિત કરી. હવે ખો-ખોના કારણે જ એરફોર્સ ઓથોરિટીમાં નોકરી મળી છે. મને આશા છે કે ખો-ખો લીગ શરૂ થવાના કારણે ખેલાડીઓને સારી સુવિધાઓ મળશે.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો