તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:પતિએ પત્નીને કુવામાં ધકેલી હત્યા કર્યા બાદ લાશ ખેતરમાં દાટી દીધી

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલાનો શેલણાનો યુવાન મુંબઈમાં છેતરપિંડી કરી પત્ની સાથે ભાગી આવ્યો હતો
  • એક વર્ષ પહેલાંની ઘટનાનો પતિએ પોલીસ સમક્ષ કબૂલ કરતા ભાંડો ફૂટ્યો

સાવરકુંડલા તાલુકાના શેલણા ગામનો યુવાન મુંબઈમાં છેતરપિંડી કરી પત્ની સાથે ભાગીને પોતાના ગામ પરત આવ્યા બાદ વાડીએ પતિ-પત્નીએ આખી રાત ચિક્કાર દારૂ પીધો હતો અને બાદમાં ઝઘડો થતાં આ યુવાને પત્નીને કૂવામાં ધકેલી તેની હત્યા કરી નાખી હતી. બાદમાં લાશને બહાર કાઢી બાજુના ખેતરમાં દાટી દીધી હતી. અહીંનો આશિષ ઘનશ્યામભાઈ ઉકાણી નામનો યુવાન મુંબઈ મીરા રોડ વિસ્તારમાં રહે છે. બોરીવલીમાં રહેતી નિકિતા કિર્તીભાઈ દોશી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા.

આ દંપતીએ અંધેરીમાં રહેતા લીતેશ સુભાષભાઈ શેઠ નામના યુવાન સાથે છેતરપીંડી આચરતાં આ લીતેશે નિકિતા અને આશિષ સામે ફરિયાદ નોંધાવી હતી. મુંબઇ પોલીસે છેતરપિંડીના કેસમાં ચાર દિવસ પહેલા આશિષને ઝડપી લીધો હતો અને નિકિતા અંગે પૂછપરછ શરૂ કરી હતી. પોલીસની પૂછપરછમાં આશિષ પોપટ બની ગયો હતો અને તેણે એક વર્ષ પહેલા શેલણા ગામની સીમમાં નિકિતાની હત્યા કરી નાંખી હોવાની કબૂલાત આપી હતી.એક વર્ષ પહેલા બન્ને કાર લઇ પત્ની સાથે શેલણા ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ ગયો હતો. જ્યાં બંનેએ ઝૂંપડામાં ચિક્કાર દારૂ પીધો હતો. સવારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેને પગલે આશિષે નિકિતાને ઝૂંપડાની બાજુમાં જ આવેલા કૂવામાં ધક્કો મારી દીધો હતો. ત્યાર બાદ આશિષે દોરડાની મદદથી પત્નીની લાશ કૂવામાંથી બહાર કાઢી બાજુના ખેતરમાં દાટી દીધી હતી. આશિષે બતાવેલી જગ્યાએ ખોદકામ કરતાં નિકિતાની લાશના અવશેષો મળ્યા હતા.

કારથી ખેંચીને પત્નીની લાશ કુવામાંથી કાઢી હતી

હત્યા અંગે કોઈને જાણ ન થાય તે માટે આશિષ ગામમાં જઈ દોરડું લઈ આવ્યો હતો અને કુવામાં નિકિતાના શરીરમાં ગાળીયો લગાવી કાર સાથે દોરડું બાંધી કુવામાંથી તેની લાશ બહાર કાઢી હતી. અને બાદમાં બાજુના ખેતરમાં ખાડો ખોદી દાટી દીધી હતી.

મામલતદારની હાજરીમાં લાશ ખોદી કઢાઇ
મુંબઈ પોલીસ, મામલતદાર, વંડા પોલીસ, ફોરેન્સિક નિષ્ણાત અને વીડિયોગ્રાફર તથા ફોટોગ્રાફરની હાજરીમાં આશિષે બતાવેલા સ્થળેથી નિકિતાની લાશ ખોદી કઢાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો