તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તપાસ:ધાનેરાના ભાટીબની સીમમાં ઝાડ પર શર્ટથી ફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી

ધાનેરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
દલિત સમાજના લોકોના ટોળે ટોળા ધાનેરા ઉમટી પડ્યા હતા.
  • લાશ પી.એમ.માટે ધાનેરા લવાતાં લોકો ઊમટ્યા,હત્યા કે આત્મહત્યાને લઈ ઘૂંટાતુ રહસ્ય

ધાનેરાના ભાટીબ ગામે રવિવારે સવારે જંગલમાં યુવકની ઝાડ ઉપર શર્ટથી ફાંસો ખાધેલી લટકેલી લાશ મળતા ચકચાર મચી છે.લાશ પી.એમ. માટે ધાનેરા લવાતા દલિત સમાજના લોકો ઉમટી પડ્યા હતા. યુવકની હત્યા કે આત્મહત્યા બાબતે અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા હતા.

ભાટીબ ગામે રવિવારે સવારે જંગલમાં યુવકની ઝાડ ઉપર પોતાના શર્ટથી ફાંસો ખાધેલી લટકેલી લાશ જોવા મળતા લોકોએ ધાનેરા પોલીસને જાણ કરી હતી. જેથી ધાનેરા પી.આઇ. સમિરસિંહ ડાભીએ તાત્કાલીક ધાનેરાના બન્ને પી.એસ.આઇ.ઓને તાત્કાલીક પોલીસ ટીમ સાથે ભાટીબ ગામે મોકલ્યા હતા. અને લાશને ઉતારી તપાસ કરતાં આ યુવક ભાટીબ ગામનો ચંદુભાઇ સરતાણભાઇ ખાંભુ (દલિત) (ઉં.વર્ષ-22) હોવાનું જાણવા મળતા પોલીસે તાત્કાલિક તેના પરીવારજનોને બોલાવ્યા હતા. અને લાશને ધાનેરા સરકારી હોસ્પીટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં ધાનેરા તાલુકાના દલિત સમાજના લોકો સરકારી હોસ્પીટલ ખાતે આવી પહોંચ્યા હતા. પોલીસે આ બાબતે તટસ્થ તપાસ કરવા માટે જણાવ્યું હતું. પી.એસ.આઇ. ડી.જે.મરંડે જણાવ્યું હતું કે ‘હાલમાં એડી દાખલ કરવામાં આવેલ છે. અને લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. રીપોર્ટ શું આવે છે તે અને અમારા તરફી પણ આ બાબતે અલગ પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં આ યુવકે આત્મહત્યા કરી છે કે કોઇ અન્ય ઘટના બનેલ છે તે બાબતે તપાસ ચાલુ છે અને પરીવારને પુરતો ન્યાય મળે તે માટે અમારા પ્રયત્નો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો