તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:પાલનપુરના છાપરા ગામેથી ગુમ પરિણીતાની લાશ કૂવામાંથી મળી

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ સાથે અણબનાવ બન્યા પછી ઘરેથી નીકળી હતી

પાલનપુર તાલુકાના છાપરા ગામની એક પરિણીતા પાંચ દિવસ અગાઉ ઘરેથી નીકળી હતી. જેનો મૃતદેહ શનિવારે કૂવામાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. પાલનપુર તાલુકાના છાપરા ગામે રહેતા ભૂરીબેન કમળાભાઇ તાઇવરને પાંચ દિવસ અગાઉ તેમના પતિ કમળાભાઇ સાથે અણ બનાવ બન્યો હતો. આથી તેણી રાત્રિના સમયે ખેતરમાં પિયત કરવા જવાનું કહી નીકળ્યા હતા. જોકે, તેણી પરત ન ફરતાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન શનિવારે સીમમાં આવેલા કૂવામાંથી ભૂરીબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે કાલાભાઇ વક્તાભાઇ તાઇવરે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો