તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:પોરબંદરમાં સુવિધાના અભાવે બોટ પલટી ગઈ

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના સુભાષ નગર બંદરમાં ડ્રેજિંગ અને સ્ટ્રીટ લાઇટની સુવિધાના અભાવે બોટ પલટી મારી હતી. બોટ માલિકને પાંચ લાખથી વધુની માછલી અને બોટના એન્જીન સહિત 10 લાખનું નુકસાન થયાનું માછીમાર અગ્રણી જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું. પોરબંદર શહેરમાં સુભાષ નગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધાનો અભાવ છે. જાહેર માર્ગો પર અને બંદર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી. બંદર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે માછીમારોને કામકાજ કરવું પણ મુશ્કેલ બની ગયું છે. ઉપરાંત બંદર વિસ્તારમાં ડ્રેજીંગ કરવામાં આવ્યું નથી. ડ્રેજીંગની સમસ્યાને કારણે માછીમારોની દયનીય સ્થિતિ બની ગઈ છે. ડ્રેજીંગ અને સ્ટ્રીટલાઈટની સમસ્યા ઉકેલવા માગ ઉઠી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો