તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફરિયાદ:ભુજના વોક-વે જેવા ધમધમતા વિસ્તારમાં બાઈકને પગ આવ્યા !

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ શહેરના હમીરસર તળાવ પાસે આવેલા વોક-વેના ગેટ પાસેથી બાઈક ચોરાઈ જતાં માલિકે એ-ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેષ્ઠાનગરમાં રહેતા પરેશભાઈ રમેશભાઈ ભાનુશાલીની GJ 12 CR 3505 નંબરની બ્લેક કલરની બાઈક (કિંમત રૂપિયા 30000)ને 15મી તારીખે સાંજના સાડા પાંચથી સાડા સાત વાગ્યા દરમિયાન વોક-વેના ગેટ પાસેથી કોઈ ઈસમ ચોરી ગયો હતો. સાંજે ધમધમતા વિસ્તારમાંથી માત્ર બે કલાકના સમયગાળામાં જ બાઈક ઉઠાંતરી થઈ જતા ચોર ટોળકી ફરી સક્રિય થઇ હોવાનું અનુમાન લગાવાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો