રક્ષાબંધન પર્વ / રાખડી બાંધવાનું શ્રેષ્ઠ મુહૂર્ત, પંચક અને ગુરુવાર હોવાથી ઉત્તમ દિવસ ગણાય

The best time for rakshabandhan, rakshabandhan 2019, shubh muhurat

Divyabhaskar.com

Aug 14, 2019, 08:33 AM IST

ધર્મ ડેસ્ક. વિક્રમ સંવત 2075 શ્રાવણ સુદ પૂનમ આગામી ગુરુવારે રક્ષાબંધન(બળેવ)પર્વ આવે છે. આ પર્વ સમસ્ત સમાજના રહીશો હર્ષ-ઉલ્લાસ સાથે મનાવશે. જાણીતા જ્યોતિષ આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટ ના જણાવ્યાનુસાર આ દિવસે સ્વતંત્રતાદિવસ હોવાથી વહેલી સવારે સ્નાદી થી પરવારી ચા-પાણી પી અને પીવડાવી રાષ્ટ ધ્વજને સલામી આપી,ત્યારબાદ રક્ષાબંધન પર્વ બધા લોકો બનાવશે. બહેન પોતાના ભાઈને શિર ઉપર કંકુનો તિલક કરી

(રાખી)રાખડી ધાગો બાંધી આગામી વર્ષ ખૂબ જ આયુ, આરોગ્ય,ધન-સંપદા થી ભરપૂર રહે તે માટે પ્રાર્થના કરતી હોય છે. અને મોમા મીઠાઈ નો કટકો ખવડાવી સર્વપ્રકારે સુખાકારી બક્ષે છે,એની સામે ભાઈ પોતાની બહેનને વંદન કરી પોતાની યથાશક્તિ મુજબ ભેટસોગાદ આપે છે તે બહેન સહર્ષ અણમોલ ભેટ સ્વીકાર કરે છે સગીબહેન, માનેલીબહેન,પોતાના ગુરુ બ્રાહ્મણ ના હસ્તે રાખડી બાંધવાની પરંપરા આપણા આદિ અનાદિકાળથી ચાલતી આવે છે.

આ વખતે પંચક અને ગુરુવાર હોવાથી સોનામાં સુગંધ ભળશે. આ દિવસે આખા દિવસ દરમિયાન કે રાત્રે આ સમયે બહેન પોતાના ભાઈ ને રાખડી બાંધી શકશે તેમજ બ્રાહ્મણો વહેલી સવારથી પોતાની જનોઈ બદલાવવા માટે વિધિ-વિધાન કર્મ કરશે અને સામૂહિક રીતે ફળાહાર પ્રાપ્ત કરશે.

અંકશાસ્ત્ર મુજબ રાખડી બાંધવાનું શ્રેષ્ઠ મુહૂર્ત

સવારે ૯.૦૯ કલાકે
સવારે ૧૦.૧૦ કલાકે
સવારે ૧૧.૧૧ કલાકે
સવારે ૧૨.૧૨ કલાકે
સવારે ૧૨.૩૯ કલાકે

--------------------------------

રાખડી બાધવાનું શુભ મુહૂર્ત

શુભ ચોધડીયું--- ૬.૧૬ થી ૭.૫૩

ચલ ચોધડીયું--- ૧૧.૧૦ થી ૧૨.૪૮

લાભ ચોધડીયું----૧૨.૪૮ થી ૧૪.૨૬

અમૃત ચોઘડિયું--૧૪.૨૬ થી ૧૬.૦૪

શુભ ચોધડીયું---૧૬.૦૪ થી ૧૯.૧૯

X
The best time for rakshabandhan, rakshabandhan 2019, shubh muhurat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી