બોડેલી / માર્કેટ યાર્ડમાં તુવેર ખરીદીનો પ્રારંભ,279 ખેડૂતોએ તુવેર વેચાણ માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું

પહેલા દિવસે 371 અને બીજા દિવસે 250 જેટલી ગુણી આવી.
પહેલા દિવસે 371 અને બીજા દિવસે 250 જેટલી ગુણી આવી.

  • બે દિવસમાં 300 ક્વિન્ટલથી વધુ તુવેરો ઠલવાઈ

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 08:45 AM IST

બોડેલી: બોડેલી માર્કેટ યાર્ડમાં અન્ન નાગરિક અને પુરવઠા નિગમ દ્વારા ટેકાનો ભાવ 5800 પ્રતિ ક્વિન્ટલ થી તુવેર ખરીદી શરૂ થતાં જ ખેડૂતો તુવેરનો જથ્થો લઈને રજિસ્ટ્રેશન મુજબ આવી રહ્યા છે. પહેલા દિવસે 371 અને બીજા દિવસે 250 જેટલી ગુણી મળીને કુલ 300 ક્વિન્ટલ તુવેર આવી છે.

ખેડૂતોએ ત્યાં સુધી પોતાની તુવેર નિયત દિવસે લઈ આવવાની રહેશે
બોડેલી તાલુકામાંથી 279 ખેડૂતોએ તુવેર વેચાણ માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તા.30 માર્ચ સુધી જ નિગમ દ્વારા ખરીદી ની પ્રક્રિયા ચાલુ રહેવાની હોવાથી ખેડૂતોએ ત્યાં સુધી પોતાની તુવેર નિયત દિવસે લઈ આવવાની રહેશે. ચાલુ વર્ષે લીલી તુવેર શાક માર્કેટમાં ખૂબ આવી હતી અને શરૂમાં પ્રતિ કિલોએ 80થી 100 રૂપિયે વેચાયેલી તુવેર અત્યારે 30 થી 50 રૂપિયે વેચાઈ રહી છે. જોકે મોટા ખેડૂતો તુવેરને સૂકવીને ટેકાનાં ભાવ 5800 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ થી નિગમને આપી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં તુવેરનાં 1444 રજિસ્ટ્રેશનમાં સંખેડા 1103, બોડેલી 279, નસવાડી 48, છોટાઉદેપુર 8, પાવીજેતપુર 5 અને કવાંટ 1નું રજિસ્ટ્રેશન થયું છે.

X
પહેલા દિવસે 371 અને બીજા દિવસે 250 જેટલી ગુણી આવી.પહેલા દિવસે 371 અને બીજા દિવસે 250 જેટલી ગુણી આવી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી