તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પ્રદર્શન:બરોડા સિટિઝન કાઉન્સિલ મહિલાઓને સ્વનિર્ભર બનવા માટેની તાલીમ આપશે

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓએ બનાવેલી ચીજોનું વેચાણ માટે પ્રદર્શન પણ કરાશે

બરોડા સિટિઝન કાઉન્સિલ દ્વારા એમજી મોટર ઇન્ડિયાના સહયોગથી આર્થિક રીતે જરૂરિયાતમંદ કુટુંબોની 100 મહિલાઓને પ્રોજેક્ટ પ્રેરણા અંતર્ગત તાલીમ અપાશે. જેમાં ભરતકામ, સિલાઇકામ અને ઘરેણા બનાવતા શીખવશે અને તેમને બનાવેલી પ્રોડક્ટસનું પ્રદર્શન યોજશે. કાર્યક્રમનું ઉદઘાટન કેળવણીકાર તેજલ અમિને કર્યું હતું. બંને સંસ્થાઓ દ્વારા સવેરા પ્રોજેક્ટ અંતર્ગત 500 બાળકીઓને તેમના શિક્ષણ માટે આર્થિક સહાય અપાઇ. આ પૈકીની 15 બાળકીઓને ચેક વિતરણ કરાયું હતું. અેમજી મોટર્સ ઇન્ડિયાના ડાયરેક્ટર આઇટી મનીષ પટેલે જણાવ્યું હતું કે, કંપનીની સીએસઆર પોલિસી હેઠળ પ્રોજેક્ટ પાછળ રૂ.41 લાખની રકમ ફાળવવામાં આવી છે. સવેરા પ્રોજેક્ટ પંચમહાલ જિલ્લાના 7 તાલુકાઓમાં હાલમાં કાર્યરત છે. બીસીસીના ચેરપર્સન સમીર ખેરા અને ટ્રસ્ટી મિનેષ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો