પાલનપુર / એરોમા સર્કલે ફરી બે કિમી સુધી ટ્રાફિકજામ રહેતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા

The Aroma Circle two km trafficjam

  • પ્રાંત અધિકારીની તપાસમાં સર્વિસ રોડ પર પાર્કિંગ, રોંગ સાઈડ અવરજવર, અનઅધિકૃત મુસાફરો ભરતા વાહનો ચકાસણીમાં સામે આવ્યા હતા

Divyabhaskar.com

Dec 11, 2019, 09:19 AM IST
પાલનપુરઃ પાલનપુરમાં મંગળવારે સાંજે ફરી લાંબો જામ સર્જાતા નોકરી ધંધામાંથી ઘર તરફ જતા અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા. આ અગાઉ બપોરે પિક અવર્સ દરમિયાન પાલનપુર પ્રાંત અધિકારી 2 કલાક એરોમાં સર્કલ પર હાજર રહી સર્વિસ રોડ પર પાર્કિંગ, રોંગ સાઈડ અવરજવર, અનઅધિકૃત મુસાફરો ભરતા વાહનો ચકાસણીમાં સામે આવ્યા હતા. જેથી હવે ગુરુવારે વહીવટી તંત્રના જુદા જુદા વિભાગો સાથે અધિકારીઓની એરોમાના ટ્રાફિક બાબતે બેઠક દરમિયાન આ અંગે શહેરના આગેવાનો સાથે બેઠક યોજી ટ્રાફિક ઘટાડવા એકશન પ્લાન તૈયાર કરાશે.
પાલનપુર શહેરમાં પાછલા 15 દિવસથી દિવસ દરમિયાન નીકળતી હજારો ભારે ટ્રકોના લીધે એરોમા સર્કલ પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ રહે છે. મંગળવારે સાંજે એરોમા સર્કલ પરના અમદાવાદ બ્રિજ પર નું ટ્રાફિક ગઠામણ પાટીયા સુધી પહોંચી ગયું હતું. જ્યારે સામા છેડે હનુમાન ટેકરી સુધી ટ્રકોની લાંબી કતારો લાગી ગઇ હતી. તો બીજી તરફ શહેરમાં પ્રવેશવાના સુખબાગરોડ પર પણ ભારે અવરજવર શરૂ થતાં સ્થાનિક રહીશોના જીવ પડીકે બંધાયા હતા. દરમિયાન મંગળવારે પીક અવર્સ દરમિયાન પ્રાંત અધિકારી સ્ટાફ સાથે એરોમાં સર્કલ પર ટ્રાફિકની પરિસ્થિતિ જાણવા પહોંચ્યા હતા જ્યાં તેમને ટ્રાફિક પોલીસ કર્મીઓ દ્વારા ટ્રાફિક એક તરફનું છોડ્યા બાદ બીજી તરફ નું ટ્રાફિક છોડવામાં ક્યાંક ક્યાંક ટ્રાફિક કર્મીઓની લાપરવાહી જોવા મળી હતી.
તંત્રની આગેવાનો સાથે બેઠક કરી એક્શન પ્લાન તૈયાર કરીશું
પ્રાંત અધિકારી એસડી ગીલ્વાએ જણાવ્યું હતું કે " પાલનપુરમાં ટ્રાફિકના પ્રશ્નો વકર્યા છે. જેને લઇ વહીવટીતંત્ર આ દિશામાં સુધારો લાવવાના પ્રયાસોમાં કટિબદ્ધ છે. આજે જે ત્રુટીઓ જોવા મળી છે તે અને ગુરુવારે નેશનલ હાઇવે ઓથોરિટી માર્ગ અને મકાન વિભાગ પોલીસ તેમજ શહેરના જાગૃત નાગરિકો સાથે બેઠક યોજી તેમના પ્રતિભાવો પ્રમાણે એરોમા સર્કલ સંદર્ભે ટ્રાફિક ઘટાડવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરીશું."
X
The Aroma Circle two km trafficjam

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી