પાલનપુર / ટ્રાફિક કંટ્રોલ કરવા એસપીએ કવાયતો કરી છતાં એરોમા સર્કલે ફરી ટ્રાફિકજામ

The Aroma Circle re-trafficked despite sp exercises to control traffic

  • 2 કલાક સુધી અવનવા પ્રયોગો કર્યા પણ કોઈ કારગત ન નિવડ્યા
  • ફરી 9 વાગે અમદાવાદ હાઇવે ગઠામણ પાટીયા સુધી અને આબુરોડ હાઇવે હનુમાન ટેકરી સુધી વાહનોનો જામ લાગ્યો
  • એરોમા સર્કલ પર ટ્રાફીક સમસ્યા નિવારવા એક જ માર્ગ પર 11 પોલીસ કર્મીઓ ગોઠવાયા હતા

Divyabhaskar.com

Dec 12, 2019, 08:25 AM IST
પાલનપુરઃ બુધવારે ફરી સવારે નવ વાગ્યાથી જ ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.દરમિયાન મંગળવારે પ્રાંત અધિકારીની આકસ્મિક મુલાકાત બાદ બુધવારે એસપી સહિત ડીવાયએસપી સહિત પોલીસ જવાનોનો કાફલો એરોમાં સર્કલ પર પહોંચી અલગ અલગ રીતે ટ્રાફિક નિયમન કરવા છતાં કલાકો સુધી ટ્રાફિક ઓછું થયું ન હતું કે ઝડપથી ટ્રાફિકનો નિકાલ કરી શકાયો ન હતો.
બુધવારે પણ સવારથી જ અમદાવાદ હાઇવે તરફ ગઠામણ પાટીયા સુધી અને આબુરોડ હાઇવે તરફ હનુમાન ટેકરીથી પણ આગળ સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.ટ્રાફીકમાં ગઢની સગર્ભાને લઇ પાલનપુર આવી રહેલી એમ્બ્યુલન્સ 20 મિનિટ સુધી સાયરન વગાડતી ટ્રાફિકમાં પડી રહી હતી.એસપી,ડીવાયએસપી,પીઆઇ સહિત પોલીસ જવાનોની કલાકોની ટ્રાફિક ડ્રાઇવ છતાં ટ્રાફિકનું નિરાકરણ ન આવતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
પોલીસે આ કવાયત કરી
- ડીવાયએસપી સહિત પોલીસ જવાનો રાહદારીઓને ઝીબ્રા ક્રોસિંગથી રસ્તો ક્રોસ કરાવતા સમજાવ્યા.
- એસપીની ડ્રાઇવને લઇ એરોમા સર્કલ નજીકથી ભરાતી ટેક્સીઓ હટાવી દેવાઈ હતી.
- ટ્રાફીક સિગ્નલ ન હોવાને કારણે પીઆઇ સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને બૂમો પાડી ટ્રાફિક નિયમન કરવું પડ્યું હતું.
- SPએ ટ્રાફિક પોલીસને બાદમાં એક એક કરીને પીઆઇ સહિતના અધિકારીઓને સર્કલના બગીચા વચ્ચે ઉભો કરી ટ્રાફિક નિયમન કરવા કહ્યુ હતું.
X
The Aroma Circle re-trafficked despite sp exercises to control traffic

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી