તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

‘ખેલ’ પડી ગયો હોવાની આશંકા:મેડિકલ ફેકલ્ટીની ઉત્તરવહી જામનગરમાં ડીન પાસે જવાના બદલે એક્ઝામિનરના ઘરે પહોંચી

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમબીબીએસની ઉત્તરવહીની ચકાસણીમાં ‘ખેલ’ પડી ગયાની શંકા
  • અન્ય અધ્યાપકો ઉત્તરવહી ચકાસવા રાજકોટ આવી શકે તો મેડિકલમાં કેમ નહીં?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેડિકલ ફેકલ્ટીમાં ઉત્તરવહીઓની ચકાસણીમાં દર વર્ષે કોઇને કોઇ ખેલ બહાર આવે જ છે. જેને સમર્થન આપતો કિસ્સો આ વર્ષે પણ બહાર આવ્યો છે જેમાં કોરોના મહામારીના બહાને મેડિકલની ઉત્તરવહીઓ અલગ-અલગ જિલ્લામાં ડીનની નિગેહબાની હેઠળ જોવડાવવાનું નક્કી થયા બાદ જામનગરમાં ડીનની જાણ બહાર બારોબાર એક્ઝામિનર પાસે ઉત્તરવહીઓની ચકાસણી કરાવી લેવાયાની ઘટના બહાર આવતા અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે આ બાબતની જાણ થતા કુલપતિ ડો.નીતિન પેથાણીએ તપાસના આદેશ કર્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ વર્ષે મેડિકલ ફેકલ્ટીના ડીન, કુલપતિ, ઉપકુલપતિ અને સિન્ડિકેટ સભ્યો દ્વારા અગાઉ મેડિકલ ફેકલ્ટીની ઉત્તરવહીઓની ચકાસણી બિન વિવાદાસ્પદ રીતે પૂરી થાય તે માટે કેન્દ્રીયકૃત રીતે તેની ચકાસણી કરવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ ત્યારબાદ કોરોના મહામારીને કારણે બહારગામના તબીબો રાજકોટ આવી શકે તેમ ન હોવાથી જામનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં મેડિકલ કોલેજમાં ડીનની નિગેહબાનીમાં સીસીટીવી હેઠળ ઉત્તરવહીઓની ચકાસણી કરવાનો નિર્ણય કરાયો હતો. છતાં મેડિકલ ફેકલ્ટીની ઉત્તરવહીઓ જામનગરમાં ડીન નલિની દેસાઇની જાણ બહાર એક્ઝામિનર પાસે પહોંચી ગઇ હતી અને બારોબાર જ ઉત્તરવહીઓની ચકાસણી થઇ તે રાજકોટ આવી ગઇ હતી. આમાં કોઇ ખેલાડીએ ખેલ પાડ્યાની પૂરી શંકા સેવાઇ રહી છે. જો બહારગામથી અન્ય ફેકલ્ટીના અધ્યાપકો ઉત્તરવહીઓ ચકાસવા રાજકોટ આવી શકતા હોય તો મેડિકલના કેમ નહીં?

તપાસનો આદેશ કર્યો છે, રિપોર્ટ માગ્યો છે
જામનગરમાં મેડિકલમાં માર્ગદર્શિકા બહાર ઉત્તરવહીઓ ચકાસાયાની વિગતો ધ્યાનમાં આવી છે તેથી તેની તપાસનો ડીનને આદેશ કર્યો છે, રિપોર્ટ આપવા સૂચના આપી છે. > ડો.નીતિન પેથાણી, કુલપતિ

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો