તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવતી સગીર હોવાની જાણ થતાં ભગાડી ગયેલા યુવકે પરત મોકલી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • બજાણાનો યુવાન અને વઢવાણની છાત્રાની પ્રેમ કહાની

સુરેન્દ્રનગરઃ પાટડી તાલુકાના બજાણા ગામે રહેતો 20 વર્ષીય યુવાન વઢવાણની વિદ્યાર્થિનીને તા. 16ના રોજ સવારે ભગાડીને લઇ ગયો હતો. માલવણ પહોંચતા વિદ્યાર્થિની સગીરા હોવાનું ધ્યાને આવતા ત્યાંથી જ 181માં ફોન કર્યો હતો. આથી 181ની ટીમે ધસી જઇ સગીરાને પરિવારને પરત સોંપી હતી. જયારે યુવક સામે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે.

સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદો
વઢવાણમાં રહેતા પરિવારની 16 વર્ષ 6 માસની પુત્રી ધો. 12માં અભ્યાસ કરે છે. તા. 16ના રોજ સવારે 7 થી 9 ટયુશનનો સમય હોવાથી તે ટયુશન ગઇ હતી. બાદમાં ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ કરી હતી. બીજી તરફ સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે લઇને ગયેલો બજાણાનો 20 વર્ષીય સાગર નાગજીભાઇ મકવાણા યુવાન માલવણ ચોકડી પાસે પહોંચતા વિદ્યાર્થિની સગીર હોવાની જાણ થઇ હતી. આથી ત્યાંથી જ 181માં ફોન કરતા રંજનબેન મકવાણા, બીપીનભાઇ ઇન્દરીયાએ તેને પરિવારને સોંપી હતી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો