ઇડર / સાસરિયાં દ્વારા 20 વર્ષના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફાંસો ખાધો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • સાસરિયાં દ્વારા હોટલ બનાવવા પૈસાની માંગણી કર્યાનો આક્ષેપ
  • મરવા માટે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાતાં પોલીસે 8 સાસરિયાં સામે ગુનો નોંધ્યો
  • પતિ પરિણીતાને વાયરથી મારતો

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 09:35 AM IST

ઇડરઃ 40 વર્ષિય પરિણીતાએપતિ અને સાસરીયાંનો વીસેક વર્ષથી ગુજારાઇ રહેલ ત્રાસની સીમા આવી જતાં રવિવારે સાંજે સાતેક વાગ્યાના સુમારે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. ઇડર પોલીસે સાસરી પક્ષના 8 શખ્સો વિરુદ્ધ ત્રાસ ગુજારી મરવા સુધીનુ દુષ્પ્રેરણ કરવા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દહેજની માંગણી કરતા હતા
ઇડર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ભાવનાબેન પૂનમભાઇ જેઠાભાઇ પરમાર છેલ્લા વીસેક વર્ષથી સાસરીયાનો ત્રાસ સહન કરી રહ્યા હતા. તેમના કાકા કાન્તિભાઇ ગોવાભાઇ પરમાર (રહે. જૂનાચામુ તા. વડાલી) એનોંધાવેલ ફરિયાદ મુજબ 20 વર્ષ અગાઉ ભાવનાબેને તેમના પતિએમારઝૂડ કરી વાયરથી માર માર્યો હતો અને દહેજની માંગણી કરતા હતા. તેમણે દુકાન અને મકાન બનાવ્યુ ત્યારે પણ પૈસાની માંગણી કરતા ભાવનાબેનના ભાઇ રાહુલે રૂપિયા આપ્યા હોવા છતાં ત્રાસ આપવાનો ચાલુ રાખ્યો હતો.

આર્થિક સ્થિતિ સારી ન હોવાથી માંગણી પૂરી કરી નહીં
ગજાનંદ હોટલ બનાવવા ફરીથી પૈસાની માંગણી કરતાં ભાવનાબેને ના પાડતાં જેઠ રમેશભાઇ જેઠાભાઇ પરમાર, જેઠાણી પારૂલબેન, દિયર નટુભાઇ, દેરાણી રેખાબેન, સાસુ વાલીબેને ચઢવણી કરતાં પૂનમભાઇએમારઝૂડ કરી હતી. કંટાળીને ભાવનાબેને તેમના ભાઇ રાહુલને વાત કરતાં આર્થિક સ્થિતિ સારી ન હોઇ તેમની માંગણી પૂરી થઇ ન હતી. જેથી નણંદ લક્ષ્મીબેન પશાભાઇ પરમાર અને નણદોઇ પશાભાઇ વીરાભાઇ પરમાર પણ પૂનમભાઇની ચઢવણી કરી મારઝૂડ કરી પૈસા લઇ આવવા દબાણ કરતા હતા સતત અને અસહ્ય ત્રાસથી કંટાળીને ભાવનાબેને તા. 15-03-20 ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે ઘરમાં ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધુ હતું. કાન્તીભાઇ પરમારની ફરિયાદને આધારે પોલીસે 8 જણા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મૃતકને બે પુત્ર અને એક પુત્રી
મૃતકની એક દીકરી ગ્રોમોરમાં એક દિકરો મહેસાણામાં નર્સિંગમાં ભણે છે અને એક દીકરાએગત વર્ષે ધો-10 ની પરીક્ષા આપી હતી.

આમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

પૂનમભાઇ જેઠાભાઇ પરમાર (પતિ)
રમેશભાઇ જેઠાભાઇ પરમાર (જેઠ)
પારૂલબેન રમેશભાઇ પરમાર ( (જેઠાણી)
નટુભાઇ જેઠાભાઈ પરમાર (દિયર)
રેખાબેન નટુભાઈ પરમાર (દેરાણી)
વાલીબેન જેઠાભાઈ પરમાર (સાસુ)
લક્ષ્મીબેન પશાભાઇ પરમાર (નણંદ)
પશાભાઇ વીરાભાઇ પરમાર (નણદોઇ)

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી