તૈયારી / ‘થલાઈવી’માં જયલલિતા જેવા દેખાવવા માટે કંગના રનૌતે હોર્મોન્સની દવા લઈને વજન વધાર્યું

Thalaivi Kangana Ranaut Reveals She Took 'Dose of Hormone Pills' to Gain Weight

Divyabhaskar.com

Nov 25, 2019, 06:03 PM IST

મુંબઈઃ કંગના રનૌતની ફિલ્મ ‘થલાઈવી’નો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મ તમિળનાડુના સ્વ. મુખ્યમંત્રી જયલલિતા પર આધારિત છે. કંગનાએ જયલલિતા બનવા માટે ઘણી જ મહેનત કરી છે.

કંગનાએ 6 કિલો વજન વધાર્યું
જ્યારે તમે કોઈ રિયલ લાઈફ કેરેક્ટર પરથી ફિલ્મ બનાવતા હોવ ત્યારે તે વ્યક્તિ જેવા દેખાવ તે ઘણું જ મહત્ત્વનું છે. કંગનાએ આ અંગે કહ્યું હતું કે આ ફિલ્મમાં તેણે જયલલિતા જેવા દેખાવવા માટે ઘણી જ મહેનત કરી હતી. ફિલ્મના પ્રોડ્યૂસર વિજય ઈચ્છતા હતાં કે તે જયલલિતા જેવી દેખાય. જયલલિતા શરૂઆતમાં ભરતનાટ્યમ ડાન્સર હતાં, તે સમયે એકદમ પાતળાં હતાં. કંગનાએ આ સમયે પોતાનું વજન ઘટાડ્યું હતું. જોકે, જયલલિતાને એક ગંભીર અકસ્માત થયો હતો અને તેમાં તેમણે સ્ટીરિયોડનો હેવી ડોઝ લીધો હતો, જેને કારણે તેમનું વજન વધી ગયું હતું. કંગનાએ પણ છ કિલો જેટલું વજન વધાર્યું હતું.

હોર્મોનની દવા લીધી
કંગનાએ પોતાનું વજન વધારવા માટે હોર્મોનની દવા પણ લીધી હતી. કંગના રિયલ લાઈફમાં ઊંચી તથા પાતળી છે. જ્યારે ફિલ્મમાં તેના પેટના તથા સાથળના ભાગે ચરબી હોય તેમ બતાવવાનું હતું. કંગનાએ વજન વધારવા માટે ફેટયુક્ત ભોજન લેવાનું શરૂ કર્યું હતું.

હોલિવૂડની મેક-અપ ટીમની મદદ લેવામાં આવી
‘થલાઈવા’માં કંગનાના મેકઅપ માટે જેસન કોલીન્સની ટીમે પ્રોસ્થેટિક મેકઅપ તૈયાર કર્યો હતો. કંગનાને જયલલિતાના લુકમાં આવતા સાત કલાક જેટલો સમય થતો હતો. તેના હાથ તથા પગ તથા શરીરના અન્ય ભાગોમાં પેડ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો.

હાલમાં જ ફર્સ્ટ લુક રિલીઝ થયો
કંગનાની આ ફિલ્મનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં કંગનાના બે લુક જોવા મળે છે. જોકે, કંગનાના લુકની સોશિયલ મીડિયામાં ઘણી જ મજાક ઉડાવવામાં આવી હતી. આ ફિલ્મને એ એલ વિજય ડિરેક્ટ કરી રહ્યાં છે અને ફિલ્મ આવતા વર્ષે 26 જૂને રિલીઝ થશે.

X
Thalaivi Kangana Ranaut Reveals She Took 'Dose of Hormone Pills' to Gain Weight

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી