તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટેસ્લાની ઇલેક્ટ્રિક સાઇબર ટ્રકને ફક્ત 2 દિવસમાં 1.46 લાખ બુકિંગ મળ્યાં, પ્રારંભિક કિંમત ₹28 લાખ

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ 21 નવેમ્બરના રોજ ટેસ્લા ખાતે લોસ એન્જલસમાં ચાલી રહેલા ઓટો શોમાં અમેરિકન કંપનીએ તેનું ઇલેક્ટ્રિક પીકઅપ મોડલ 'સાઇબરટ્રેક' રજૂ કર્યું હતું. આ અનેક મોડર્ન ફીચર્સ અને તકનીકીથી સજ્જ છે. સુપરકાર જેવી ક્ષમતાઓથી સજ્જ સાઇબર ટ્રકની લોકપ્રિયતાનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે તેને ફક્ત બે દિવસમાં જ 1.46 લાખ બુકિંગ મળી ગયા છે. શનિવારે કંપનીના સીઈઓ એલોન મસ્કએ ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. ટ્વીટમાં મસ્કે કહ્યું કે, સાઇબર ટ્રકનાં સિંગલ મોટર વર્ઝનને 17%, જ્યારે ડ્યુઅલ મોટરને 42% અને ટ્રાઇ મોટર વર્ઝનને 41% બુકિંગ મળ્યું છે. આ ઇલેક્ટ્રિક ટ્રકની કિંમત 28 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીની છે. આ 400 કિમી, 500 કિમી અને 800 કિમી એમ ત્રણ રેન્જ સાથે ત્રણ મોટર ઓપ્શન્સમાં ઉપલબ્ધ છે.

સાઇબર ટ્રક 6.3 ટનનું વજન ખેંચી શકે છે

  • કારની બોડી 30x કોલ્ડ રોલ્ડ સ્ટેઈનલેસ સ્ટીલથી બનેલી છે. તે ડેન્ટ અને ડેમેજ રજિસ્ટ્રન્ટ હોવા સાથે રસ્ટ વિરોધી છે. તેમાં ટેસ્લા અર્મોર ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તૂટવા-ફૂટવાથી હચાવવા માટે ગ્લાસમાં પોલિમર લેયર કમ્પોઝિસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • કારમાં 6 લોકોની બેસવાની ક્ષમતા છે. આ સાથે, તેમાં લેટેસ્ટ ફીચર્સ જેમ કે, 17 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ લગાવેલી છે, જે ટેસ્લાની ઘણી કારમાં જોવા મળે છે.
  • ટેસ્લાનું કહેવું છે કે, સાઇબર ટ્રકને 2800 લિટર લગેજ સ્ટોરેજ સ્પેસ મળશે. તેમાં સ્ટાન્ડર્ડ સસ્પેન્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ટ્રકને 400mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળે છે.
  • સાઇબર ટ્રકના બેઝ વર્ઝનમાં સિંગલ મોટર RWD (રીઅર વ્હીલ ડ્રાઇવ) છે. તે એક જ ચાર્જમાં 400 કિમી સુધી ચાલશે તેને 0-100 કિમી કલાકદીઠ ઝડપે પહોંચવામાં ફક્ત 6.5 સેકંડ લાગે છે. તેની ટોપ સ્પીડ કલાક દીઠ 177 કિમી છે. આ વર્ઝન 3.4 ટનનનં વજન સરળતાથી ખેંચી શકે છે.
  • ડ્યુઅલ વ્હીલ AWD (ઓલ વ્હીલ ડ્રાઇવ) વર્ઝન 4.5 ટનનું વજન ખેંચવામાં સક્ષમ છે. તે 0થી 100 કિમી કલાકદીઠ ઝડપે પહોંચવામાં ફક્ત 4.5 સેકંડનો સમય લાગે છે. તે સિંગલ ચાર્જિંગમાં 482 કિમી સુધી ચાલશે.
  • ટોપ વર્ઝન ટ્રાઇ મોટર AWD પાવરના મામલે સુપરકાર્સને પડકારે છે. તે કલાકદીઠ 0થી 100 કિમી ઝડપે પહોંચવામાં ફક્ત 2.9 સેકંડ લે છે. સિંગલ ચાર્જિંગમાં આ 800 કિમી ચાલશે. તેની ટોપ સ્પીડ કલાક દીઠ 210 કિમી છે. આ વર્ઝન 6.3 ટનનો ભાર ખેંચવામાં સક્ષમ છે.
  • અમેરિકામાં રેન્જ પ્રમાણે તેની કિંમત 28 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીની હોય છે. તે $100 એટલે કે લગભગ 7 હજાર રૂપિયામાં બુક કરાવી શકાય છે. અત્યારે ગ્લોબલ માર્કેટમાં તેનો કોઈ હરીફ નથી.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો