• Home
  • National
  • Governor Malik Speaks Destroy Terrorist Camp, Go POK If Needed

પ્રતિક્રિયા / રાજ્યપાલ મલિક બોલ્યા- આતંકવાદી કેમ્પોને બરબાદ કરી દઈશું, જરૂરીયાત પડી તો POK જઈશું

  • POKના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ આ સેનાની પ્રથમ કાર્યવાહી છે
  • પાકિસ્તાને આતંકીઓના ઘુસાડવા માટે શનિવારે રાતે ભારતીય પોસ્ટો પર ગોળોબાર શરૂ કર્યો હતો

Divyabhaskar.com

Oct 21, 2019, 04:46 PM IST

મુંબઈઃ પીઓકેમાં આતંકવાદી શિબિરોને નિશાન બનાવવા માટે ભારતીય સેના દ્વારા તોપનો ઉપયોગ કરવા પર રાજયપાલે મલિકે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આતંકવાદી કેમ્પોને અમે બિલકુલ બરબાદ કરી દઈશું. સાથે જે તેમણે કહ્યું કે જો આતંકવાદી જોવા ન મળ્યા તો અમે પીઓકેની અંદર જઈશું.

ઉલ્લેખનીય છે કે રવિવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેકટરમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનની આ હરકતનો ભારતીય સેનાએ તેની જ ભાષામાં જવાબ આપ્યો. ભારતીય સેનાએ લગભગ 2 કલાકમાં જ તંગધારમાં શહીદ થયેલા પોતાના બે જવાનોનો બદલો લીધો. સેનાએ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર(પીઓકે)માં તાબડતોડ ગોળાઓ વરસાવીને આતંકીઓના ત્રણ કેમ્પોને તોડી પાડ્યા, જ્યારે ચોથા કેમ્પને પણ નુકસાન પહોંચ્યું છે. સોનાની આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં લશ્કર-એ-તોઈબા, જૈશ-એ-મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીનના આતંકી માર્યા ગયા છે. આ કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના 6માંથી 10 જવાનોનો પણ ઠાર કર્યા છે. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પોતે આ માહિતી આપી છે.

પાકિસ્તાનને સબક શિખવાડવા માટે સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કર્યો

આ વર્ષે 26 ફેબ્રુઆરીએ પીઓકેના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ આ સેનાની પ્રથમ કાર્યવાહી છે. સેનાએ આ કાર્યવાહી ત્યારે કરી, જ્યારે પાકિસ્તાને આતંકીઓના ઘુસાડવા માટે શનિવારે રાતે અચાનક ભારતીય પોસ્ટો પર ગોળોબાર શરૂ કર્યો હતો, જે રવિવારે સવાર સુધી ચાલી હતી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી