તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Tell Children About The Virus In A Climate Of Fear But Don't Panic, Periodically Divert Their Attention.

ડરના વાતાવરણમાં બાળકોને વાઈરસ વિશે જણાવો પણ પેનિક થવા ન દો, સમયાંતરે તેમનું ધ્યાન ડાયવર્ટ કરો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક. મોટાભાગના શહેરોમાં ઘરેથી ઓફિસનું કામ કરે છે. થોડા દિવસો માટે સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. થિયેટરો પણ બંધ છે. તેમજ ડિનર ટેબલ પર કોરોના વાઈરસ વિશે ચર્ચા થતી હોય છે. માતાપિતા તરીકે, શું તમે વિચારો છો કે બાળકો કોરોનાને સમજાવવા માટે સક્ષમ છે કે નહીં?


બાળકો વિચારતા હશે કે, માતા-પિતા સ્વચ્છતાને લઈને આટલી સાવધાની કેમ રાખી રહ્યા છે અને વ્હોટ્સએપ અને ન્યૂઝ ચેનલ પર કોરોના વાઈરસ વિશે જ કેમ ચર્ચા કરવામાં આવી રહી છે. આ બધી બાબતો બાળકોને આશ્ચર્યચકિત કરી રહી છે. 

બાળકોને યોગ્ય રીતે સમજાવો કોરોના વાઈરસ વિશેઃ
કોરોનાની શરૂઆત ક્યાંથી થઈ અને કેવી રીતે અને કેમ ઝડપથી વાઈરસ ફેલાઈ રહ્યો છે તે બાળકને જણાવવું. તેમજ તે પણ મહત્ત્વપૂર્ણ છે કે વિશ્વમાં શું થઈ રહ્યું છે તેના વિશે બાળકોને જાણકારી હોય. 


સુનિશ્ચિત કરો કે, તમને ખબર છે તે તમે તમારા બાળકોને જંતુઓથી કેવી રીતે સુરક્ષિત કરી શકો છો. બાળકોને છીંક આવવા, હાથ ધોવા અને સ્વચ્છતા રાખવા માટે યોગ્ય રીત શીખવો. તમારા રોજિંદા વ્યવહારમાં આ બધી વસ્તુઓને ટેવ બનાવવાનો આ શ્રેષ્ઠ સમય છે.


આ બધું જાણીને બાળકો ચિંતામાં અને તણાવમાં આવી શકે છે. તેમની સાથે વાત કરો અને તેઓ શું વિચારી રહ્યાં છે તે સમજો અને તેમના પ્રશ્નોના જવાબ આપો. બાળકો જલ્દી તણાવમાં આવી જાય છે. આવા સમયે તેમનો ડર દૂર કરવો માતા-પિતાની જવાબદારી છે. તે પણ ધ્યાન રાખવું કે તેઓ ખોટા સમાચારોથી દૂર રહે.


આપણે સમજીએ છીએ કે આવી પરિસ્થિતિઓમાં બાળકોનું મનોરંજન કરવું કેટલું મુશ્કેલ છે. કેટલાક બાળકો એટલા નાના હોય છે કે આપણે તેમને મહામારી શું છે તે પણ સમજાવી શકતા નથી. આ સમસ્યાને દૂર કરવા માટે ઘણી ટ્રિક છે જે બાળકોને પસંદ આવશે અને તેનાથી તમે બાળકોનું મનોરંજન પણ કરી શકો છો. 


તમે બાળકોને સ્પોટિફાઈ, સાઉન્ડ ક્લાઉડ, એપલ પોડકાસ્ટ, એલેક્સા, સાવન વગેરે એપ્સ પર વિવિધ પ્રકારના ડિજિટલ ઓડિયોના એપિસોડ્સ (પોડકાસ્ટ)સંભળાવી શકો છો. જેમ કે, વાર્તાઓ, લોકકથાઓ, પ્રખ્યાત લોકોના ઓડિયો, રમત અને અન્ય ઘણી માહિતી. તે ઉપરાંત તમે બાળકોને ઈન્ડોર ગેમ્સ પણ શીખવી શકો છો.


ઘરે રહેલી વસ્તુ અને ડૂ ઈટ યોર સેલ્ફ વીડિયો બતાવીને તેમને ઘણી નવી વસ્તુઓ શીખવાડી શકો છો. બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે તેમને ઈમ્યુનિટી બૂસ્ટર ડ્રિંક, સૂંઠના લાડુ, ખજૂર પાક અને હળદરનું દૂધ બનાવીને આપી શકો છો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો