ન્યૂ ટ્રેન / જાન્યુઆરીમાં મુંબઈ-અમદાવાદ રૂટ પર તેજસ ટ્રેન શરૂ થશે  

Tejas train will start on Mumbai-Ahmedabad route in January

  • તેજસ બાદ ભારતીય રેલવે હવે દેશમાં વધુ પ્રાઈવેટ ટ્રેન દોડાવવાની યોજના બનાવી રહી છે
  • રેલવે મંત્રાલય 150 ટ્રેનો માટે ડિસેમ્બર મહિનામાં બિડિંગ પ્રક્રિયા અંતર્ગત બોલી બોલાવી શકે છે
  • 50 રૂટ પર પ્રાઈવેટ પ્લેયર ઓપરેટેડ ટ્રેન દોડાવવાની રેલવે મંત્રાલયની યોજના છે

Divyabhaskar.com

Nov 20, 2019, 06:14 PM IST

ટ્રાવેલ ડેસ્ક. તેજસ બાદ ભારતીય રેલવે હવે દેશમાં વધુ પ્રાઈવેટ ટ્રેન દોડાવવાની યોજના બનાવી રહી છે. મિશન પ્રાઈવેટાઈઝેશન અંતર્ગત રેલવે મંત્રાલય ટૂંક સમયમાં 150 ટ્રેનો માટે બિડ મંગાવ્યા છે. રેલવે મંત્રાલય 150 ટ્રેનો માટે ડિસેમ્બર મહિનામાં બિડિંગ પ્રક્રિયા અંતર્ગત બોલી બોલાવી શકે છે.

મુંબઈ-અમદાવાદ રૂટ પ્રાઈવેટ પ્લેયર ઓપરેડેટ રૂટ હશે. જેનું સંચાલન ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)કરશે અને બાદમાં તેને પ્રાઈવેટ પ્લેયરને સોંપવામાં આવશે. દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન લખનઉ-દિલ્હી તેજસ ટ્રેન છે જેનું સંચાલન અત્યારે IRCTC કરી રહી છે.

50 રૂટ પર પ્રાઈવેટ પ્લેયર ઓપરેટેડ ટ્રેન દોડાવવાની રેલવે મંત્રાલયની યોજના છે. તેના માટે 50 પ્રાઈવેટ પ્લેયરવાળા રૂટ શોર્ટલિસ્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં મુંબઈ-અમદાવાદ રૂટ પર દેશની પ્રાઈલેટ પ્લેયર ટ્રેન દોડાવવામાં આવશે.

X
Tejas train will start on Mumbai-Ahmedabad route in January
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી