વિવાદ / તેજસમાં મુંબઈથી મરાઠી ટોપી પહેરીને નીકળશે ટ્રેન હોસ્ટેસ, ગુજરાત આવતાં કાઠિયાવાડી પાઘડીમાં બદલાઈ જશે

કાઠિયાવાડી પાઘડી અને મરાઠી ટોપીમાં ટ્રેન હોસ્ટેસ.
કાઠિયાવાડી પાઘડી અને મરાઠી ટોપીમાં ટ્રેન હોસ્ટેસ.

  • પહેલા જ દિવસે વિસ્તારવાદમાં ફસાઈ ખાનગી ટ્રેન
  • દેશની પહેલી ખાનગી ટ્રેનની મુસાફરીની વિગતો મેળવવા દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિની મુંબઈ સુધીની સફર
     

Divyabhaskar.com

Jan 18, 2020, 07:03 AM IST
જયેશ શાહ, મુંબઈ: IRCTC દ્વારા સંચાલિત તેજસ ટ્રેન સેવાનો અમદાવાદથી શુક્રવારે સવારે 10.30 વાગ્યે આરંભ થયો. અમદાવાદ સ્ટેશન પર ગુજરાતી રાસમંડળીના કલાકારો દ્વારા ઉદઘાટન સમારોહમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો, જયારે સાંજે મુંબઇ સેન્ટ્રલ પર મરાઠી પરંપરાગત ઢોલનગારાને સથવારે મરાઠી પોશાકમાં મુસાફરોને આવકાર્યા હતા. ટ્રેન મુંબઈ પહોંચી ત્યારે મનસેના કાર્યકરોએ ટ્રેન હોસ્ટેસે પહેરેલી કાઠિયાવાડી પાઘડીનો વિરોધ કર્યો હતો. જેથી IRCTCના અધિકારીઓએ મનસેના કાર્યકર્તાઓને ખાતરી આપી હતી કે ટ્રેન મહારાષ્ટ્રમાં પ્રવેશસે ત્યારે હોસ્ટેસ મરાઠી ટોપી પહેરશે અને ગુજરાતમાં કાઠિયાવાડી પાઘડી પહેરશે.
રૂફ ટયુબલાઇટનું કવર પડ્યું
ટ્રેનમાં છત પર આધુનિક લાઇટિંગ વ્યવસ્થા છે, પરંતુ પ્રથમ દિવસે જ એક્ઝિક્યુટિવ ચેરકાર કોચ E-1માં રૂફ ટયુબલાઇટના બે પ્લાસ્ટિકનાં કવર ચાલુ ટ્રેનમાં ઓચિંતા વડોદરાથી મુંબઇ જઇ રહેલા સિનિયર સિટીઝન મુસાફર સુભાષચંદ્ર દુબે પર પડ્યા હતા. જોકે આ ઘટનામાં તેને ઇજા થઇ નહોતી, પરંતુ IRCTCના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રેનના કોચ બે વર્ષ જૂના છે એથી આ પ્રકારની ઘટના બની હતી.
વડોદરામાં કૂલી ફસાઈ ગયો
અમદાવાદથી શુક્રવારે સવારે 10.48 વાગ્યે ઊપડેલી ટ્રેન વડોદરા આવી ત્યારે એક્ઝિક્યુટિવ ચેરના મુસાફરોનો સામાન મૂકવા આવેલો વડોદરાનો કૂલી અંતરસિંગ સામાન કોચમાં ગોઠવીને ટ્રેન ચાલુ થયા બાદ ઊતરવા ગયો ત્યાં ટ્રેનના દરવાજા બંધ થઇ જતાં તે અટવાઈ ગયો હતો. ભરૂચ સ્ટેશને ટ્રેન રોકાઈ ત્યારે તે ઉતરી શક્યો હતો. આ વિશે ચતુરસિંગે કહ્યું કે, મારા માટે આ નવો અનુભવ હતો.
X
કાઠિયાવાડી પાઘડી અને મરાઠી ટોપીમાં ટ્રેન હોસ્ટેસ.કાઠિયાવાડી પાઘડી અને મરાઠી ટોપીમાં ટ્રેન હોસ્ટેસ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી