વડોદરા / તેજસ: વૈભવી સુવિધાથી મુસાફરો ખુશ, અપજશ: બેકારીનો ડર, કર્મચારી નાખુશ

વિરોધીઓએ લાલ ઝંડા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યું
વિરોધીઓએ લાલ ઝંડા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યું

  • વેસ્ટર્ન રેલવેની પહેલી ખાનગી ટ્રેન વડોદરા આવી પહોંચી, કાલથી રેગ્યુલર દોડશે
  • ટ્રેનના આગમન સમયે કર્મચારી સંગઠનોના રેલવે નહીં કિસીકે બાપકી ’ના સૂત્રોચ્ચાર

Divyabhaskar.com

Jan 18, 2020, 01:41 AM IST

વડોદરાઃ દેશની બીજી અને વેસ્ટર્ન રેલવેની પહેલી ખાનગી ટ્રેન તેજસનું શુક્રવારે અમદાવાદથી પ્રસ્થાન થયું હતું. અમદાવાદ - મુંબઇ તેજસ ટ્રેન બપોરે 12:08 વાગે વડોદરા રેલવે સ્ટેશને આવી પહોંચતા મુસાફરો દ્વારા તાળીઓ પાડી તેને વધાવી લેવાઇ હતી. તમામ મુસાફરોમાં ટ્રેન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે આ જ સમયે રેલવે સ્ટેશન ખાતે કર્મચારી સંગઠનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતાં આરપીએફ દ્વારા અટકાયત કરાઇ હતી.

ખાનગીકરણ સામે વિરોધીઓએ લાલ ઝંડા ફરકાવ્યા
આઇઆરસીટીસી સંચાલિત અમદાવાદ- મુંબઇ સેમિહાઇસ્પીડ ટ્રેન માટે વડોદરા સ્ટેશનથી અંદાજે 187 મુસાફરો રવાના થયા હતા. સવારે 10:30 વાગે અમદાવાદથી પ્રસ્થાન થયા બાદ ટ્રેન નિયત સમય મુજબ 12:08 વાગે વડોદરા આવી પાંચ મિનિટના રોકાણ બાદ 12:13 વાગે રવાના થઇ હતી. ટ્રેનનો પ્રથમ રન હોવાથી વડોદરા ડિવિઝનના એડીઆરએમ અને એઆરએમ હાજર રહ્યા હતા. જ્યારે બીજી બાજુ રેલવે મઝદૂર સંગઠન અને રેલવે એમ્પ્લોઇ યુનિયન દ્વારા ટ્રેનના ખાનગીકરણ સામે લાલ ઝંડા ફરકાવી ‘રેલવે નહીં કિસીકે બાપકી ’જેવા સૂત્રોચ્ચાર કરાતાં પોલીસ દોડતી થઇ હતી. એક તબક્કે રેલવે સ્ટેશન પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. જોકે પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન આવતાં જ લોકોનો ઉત્સાહ અને સુવિધા જોઇ અન્ય મુસાફરો પણ ખુશ થયા હતા. 19મીથી આ ટ્રેન તેના નિયત સમય મુજબ સવારે 6:40 વાગે ઉપડશે.

ઓટોમેટિક ડોર હોવાથી ટ્રેન ઉપડતા પૂર્વે વ્હિસલ વગાડાય છે
ટ્રેન પ્લેટફોર્મ ઉપરથી ઉપડવાનો સમય થયાે એટલે વ્હિલસ વગાડતો આઇઆરસીટીસીનો કર્મચારી નજરે પડ્યો હતો. ટ્રેનના દરવાજા ઓટોમેટિક બંધ થતા હોવાથી ટ્રેન ચાલુ થયા બાદ કોઇ ચડી શકતું નથી. જેથી કોઇ રહી ન જાય તે માટે ટ્રેન ઉપડવાનો સમય થાય એટલે વ્હિસલ વગાડી મુસાફરોને જાણ કરાય છે.

બિઝી સીઝન અને લીવ સીઝન : બે ટાઇપનું ભાડું રહેશે
તેજસ ટ્રેનમાં શતાબ્દી ટ્રેનના બેઝ ફેયર કરતાં 20 ટકા વધુ ભાડું હોય છે. તેજસ ટ્રેન બિઝી સીઝનમાં શતાબ્દી કરતાં વધુ ભાડુ ચાર્જ કરશે પરંતુ લીવ સીઝનમાં શતાબ્દી જેટલું ભાડું રહેશે. ટ્રેનમાં વડોદરાનો ક્વોટા 10 એક્ઝિક્યુટિવ અને 100 ચેરકારનો ક્વોટા છે. - નવલ ગરોલીયા, એરિયા મેનેજર, આઇઆરસીટીસી

વડીલોને હાથ પકડી ટ્રેનમાં ચડાવાય છે
ખાનીગ ટ્રેનમાં પ્લેન જેવી સુવિધા મળે છે. આજે સવારે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવેલી ટ્રેનમાં કોચના દરવાજા પાસે ઉભેલા એટેન્ડન્ટ સિનિયર સિટિઝન અને અગવડ અનુભવતા મુસાફરોનો સામાન લઇ લે છે અને તેમને હાથ પકડીને ઉપર ચડાવે છે.

વડોદરાથી આ હશે ભાડું

સ્ટેશન ચેરકાર એક્ઝી.
અમદાવાદ 787 1131
નડિયાદ 779 1104
ભરૂચ 687 1030
સુરત 747 1146
વાપી 946 1476
મુંબઇ સેન્ટ્રલ 1450 2217
X
વિરોધીઓએ લાલ ઝંડા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યુંવિરોધીઓએ લાલ ઝંડા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી