અમદાવાદ / ‘આટલી સુંદર લાગે છે તો મોબાઇલ કેમ નથી રાખતી’કહી વેપારીએ સગીરા સાથે અડપલાં કર્યા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • નિકોલ એસપી રિંગ રોડ પરની ઘટના
  • સગીરાએ પિતાને સમગ્ર હકીકત જણાવતા ફરિયાદ નોંધાઈ

Divyabhaskar.com

Jan 15, 2020, 12:19 PM IST

અમદાવાદ: નિકોલમાં એસપી રિંગ રોડ પર વેપારીએ 16 વર્ષની સગીરાની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. વેપારીએ સગીરાને મોબાઇલ ફોન વાપરે છે કે નહીં, ટિકટોક વીડિયો બનાવે છે કે નહીં, વોટ્સએપ વાપરે છે કે નહીં તેવા સવાલો કર્યા હતા. બાદમાં તેનો હાથ પકડી અડપલાં કર્યા હતા. સગીરાએ તેના પિતાને વાત કરતા નિકોલ પોલીસ સ્ટેશનમાં વેપારી સામે ફરિયાદ નોંધાવી હતી નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપી વેપારીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

ટિકટોક બનાવે છે કે વોટ્સએપ વાપરે છે.....
નિકોલ એસપી રિંગ રોડ પર શાકભાજીની દુકાન ધરાવતા વેપારીની 16 વર્ષની પુત્રી ટિફિન લઈને દુકાન આવી હતી. પિતા જમ્યાં બાદ આરામ કરી રહ્યાં હતા. ત્યારે સામેની દુકાન ધરાવતો કિશન પટેલ નામનો યુવક તેમની દુકાને આવ્યો હતો અને તેણે વેપારીની સગીર પુત્રી સાથે વાતચીત શરૂ કરી હતી. તેણે સગીરાને પૂછ્યું હતું કે, શું તે મોબાઇલ ફોન વાપરે છે? આ સવાલના જવાબમાં સગીરાએ ના પાડી હતી. બાદમાં ટિકટોક બનાવે છે કે વોટ્સએપ વાપરે છે તેવું પૂછતા સગીરાએ ના પાડી હતી. બાદમાં પાડોશી વેપારીએ તેનો હાથ પકડી લીધો હતો અને કહ્યુ હતુ કે આટલી સુંદર લાગે છે તો મોબાઇલ કેમ નથી વાપરતી કહીને વેપારીએ સગીરાને અડપલાં કર્યાં હતાં. આ ઘટનાથી ડરી જતા રડતા રડતા તેણે પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. આ મામલે નિકોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી