તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:ગાંધીધામમાં 400કવાર્ટર્સ પાસે ફરી શાકભાજી વેચનારા પર તવાઇ

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના પગલે શાક માર્કેટ બદલવાનો પુન:નિર્ણય
  • ધોરીમાર્ગ પર ખડકાયેલા બાકી દબાણો હટાવવામાં આવ્યા

ગાંધીધામ નગર પાલિકાએ અગાઉ કોરોનાના પગલે 400કવાર્ટર્સ સહીતના સ્થળે વર્ષોથી ભરાતી શાકભાજીની માર્કટ ખસેડી હતી.મામલતદાર કચેરી પાસે વ્યવસ્થા કરવામાં આવ્યા બાદ છુટા છવાયા લારી રાખીને 400કવાર્ટર્સ માં કેટલાક પેટીયું રળતાં હતા.આજે આ લારી ગલ્લા પાલિકાએ ખસેડયા હતા.આ ઉપરાંત થોડા દિવસો પહેલા ઓપરેશન હાથ ધરી ગટરની લાઇન નવી નાખવાની છે તેના અડચણ રૂપ દબાણ ને પણ નિશાન બનાવેલ હતા.

ગાંધીધામ નગર પાલિકાએ આજે ફરી એક વખત દબાણ હટાવવાની કામગીરી ઉચ અધિકારીઓની સુચના બાદ શરૂ કરી હતી. 400 કવાર્ટર્સ માં પાછા બેસેલા લારી વાળાઓ પર ધોસ બોલાવી હતી.બપોરના સમયે પાલિકાના દબાણ શાખાના કાફલાએ આ દબાણ દુર કર્યા બાદ હાઇ વે પરના બાકી દબાણો દુર કરી દીધાનો દાવો કરવામાં આવ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો