• Home
  • Utility
  • Automobile
  • Tata Tigor becomes the largest selling electric car in India, selling 669 units in April December

રેકોર્ડ / ભારતમાં ટાટા ટિગોર સૌથી વધુ વેચાનારી ઈલેક્ટ્રિક કાર બની, વર્ષ 2019માં એપ્રિલ-ડિસેમ્બરમાં 669 યુનિટ વેચાયા

Tata Tigor becomes the largest selling electric car in India, selling 669 units in April-December

  • ભારતીય માર્કેટમાં 2019માં એપ્રિલ-ડિસેમ્બરમાં કુલ 1,554 ઇલેક્ટ્રિક કારનું વેચાણ કરવામાં આવ્યું 
  • ટાટા ટિગોર ઈલેક્ટ્રિક કારની કિંમત 9.17 લાખથી લઈ 7.75 લાખ રૂપિયા 
  • ત્રણ વેરિઅન્ટમાં ટાટા ટિગોર ઈલેક્ટ્રિક કાર આવે છે

Divyabhaskar.com

Jan 20, 2020, 04:27 PM IST

ઓટો ડેસ્ક. દેશની દિગ્ગજ કાર નિર્માતા કંપની ટાટાની ઈલેક્ટ્રિક કાર ટાટા ટિગોર EV દેશમાં સૌથી વધુ વેચાનારી ઇલેક્ટ્રિક કાર બની ગઈ છે. ભારતીય માર્કેટમાં 2019માં એપ્રિલ-ડિસેમ્બરમાં કુલ 1,554 ઇલેક્ટ્રિક કારનું વેચાણ કરવામાં આવ્યું છે. અને આ સમયગાળામાં ટાટા ટિગોરના 669 યુનિટ વેચાયા હતા. ગત વર્ષે એપ્રિલ-ડિસેમ્બર સુધી ટાટા ટિગોરની ઈલેક્ટ્રિક કાર વેચાણની બાબતમાં સૌથી આગળ રહી છે. ટાટા ટિગોર ઈલેક્ટ્રિક કારની કિંમત 9.17 લાખથી લઈ 7.75 લાખ રૂપિયા છે.

લિસ્ટમાં બીજા નંબર પર મહિન્દ્રાની ઇ-વેરિટો
ભારતીય માર્કેટમાં સૌથી વધુ વેચાનારી ઇલેક્ટ્રિક કારની લિસ્ટમાં બીજા નંબરે મહિન્દ્રા ઇ-વેરિટો છે. એપ્રિલ-ડિસેમ્બર 2019ની વચ્ચે 563 મહિન્દ્રા ઇ-વેરિટો વેચાઇ છે. ઉપરાંત હ્યુન્ડાઈની કોના ઈલેક્ટ્રિકનું વેચાણ 292 યુનિટ રહ્યું છે. જ્યારે મહિન્દ્રા e20ની 30 ગાડીઓ વેચાઈ છે. ઈલેક્ટ્રિક ટિગોર શરૂઆતમાં ગર્વમેન્ટ ફ્લીટ માટે લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ પાછળથી આ વર્ષે તેને પર્સનલ યુઝ માટે લોન્ચ કરવામાં આવી. ઈલેક્ટ્રિક ટિગોરની રેન્જ 213 કિલોમીટર છે. જે ઓટોમોટિવ રિસર્ચ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (ARAI) દ્વારા સર્ટિફાઈડ છે.

ત્રણ વેરિઅન્ટમાં ટાટા ટિગોર ઈલેક્ટ્રિક કાર આવે છે
ટાટા ટિગોર ઈલેક્ટ્રિકને XE+, XM+ અને XT+ ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. અને આ ફ્લીટ, પર્સનલ સેગમેન્ટ બંને કસ્ટમર્સ માટે છે. ઈલેક્ટ્રિક ટાટા ટિગોર હવે 30 શહેરોમાં ઉપલબ્ધ છે. ઈલેક્ટ્રિક ટાટા ટિગોરમાં 21.5kWh બેટરી પેક આપવામાં આવી છે. ડીસી 15kW ફાસ્ટ ચાર્જરની સાથે કારની 80 ટકા બેટરી માત્ર 90 મિનિટમાં ચાર્જ થઈ જાય છે. જો કે, સ્ટાન્ડર્ડ AC વોલ સોકેટની સાથે 80 ટકા બેટરી ચાર્જિંગમાં 6 કલાકનો સમય લાગે છે. ઈલેક્ટ્રિક ટિગોરમાં ડ્યુઅલ એરબેગ્સ (XE+ વેરિઅન્ટમાં માત્ર ડ્રાઈવર એર બેગ આપવામાં આવ્યા છે) અને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. એમજી મોટર્સની ઈલેક્ટ્રિક SUV ZS આ મહિનાના અંતમાં લોન્ચ થઈ શકે છે.

X
Tata Tigor becomes the largest selling electric car in India, selling 669 units in April-December
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી