તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચકચાર:આઇ-ખેડુત પોર્ટલ પર સોલાર ટ્રેપ યોજના અંગે તંત્ર અજાણ

વલભીપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલભીપુર તાલુકા પંચાયત કચેરીના અધિકારી જ આ યોજના અંગે કાંઇપણ જાણતા નથી

જિલ્લાભરનાં ખેડુતો માટેની સોલાર લાઇટ ટ્રેપ ખરીદ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અન્વયે ઘણાં ખેડુતોએ ઓન લાઇન અરજી પણ કરી છે. ત્યારે સોલાર લાઇટ ટ્રેપની યોજના અંગે ખુદ સ્થાનીક તંત્રને ખબર જ નથી ! સપ્ટેમ્બર માસની 1 તારીખ ની આસપાસ અખબારોમાં જિલ્લા અને તાલુકાના નાના ખેડુતો માટે પોતાના ખેતર વાડીમાં સોલાર લાઇટ ટ્રેપ યોજના 2020-21 અંતર્ગત રાજય સરકારની કૃષી કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અમલી બનાવવામાં આવી છે.

અને આ યોજના હેઠળ જે ખેડુતો લાભ લેવા ઈચ્છુક હોય તે ખેડુતોએ આઇ-ખેડુત પોર્ટલ સાઇટ પર તા.1 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી તાલુકા અમલીકરણ અધિકારી,વલભીપુર અને મદદનીશ ખેતી નિયામક(વિસ્તરણ અધિકારી(ખેતી) પંંચાયત મારફત રવાના કરવા સૂચના આપેલ છે. સ્થાનીક તાલુકા પંચાયત કચેરી ખાતે વિસ્તરણ અધિકારીનો આ યોજના બાબત જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવતા તેઓ ખુદ આ યોજના અંગે વિજ કંપનીનો સંર્પક કરવા જણાવેલ છે. વિજ કંપનીનાંઅધિકારી આ બાબતે કંઇ જાણતા નથી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો