Divyabhaskar.com
Jul 16, 2019, 04:38 PM ISTમુંબઈઃ ગયા વર્ષે બોલિવૂડમાં MeToo મૂવમેન્ટ ચાલી હતી. આ મૂવમેન્ટમાં બોલિવૂડના અનેક જાણીતા સેલેબ્સનું નામ બહાર આવ્યું હતું. ફિલ્મ 'દે દે પ્યાર દે'માં MeTooના આરોપમાં ફસાયેલ અલોકનાથ તથા અજય દેવગન સાથે જોવા મળ્યાં હતાં, જેને લઈ અજય દેવગનની ઘણી જ ટીકા કરવામાં આવી હતી. તે સમયે અજયે સ્પષ્ટતા કરી હતી કે આલોકનાથ MeTooના વિવાદમાં ફસાયા તે પહેલાં જ ફિલ્મ બની ગઈ હતી. હવે, એક ઈન્ટરવ્યૂમાં અજય દેવગને ફરીવાર MeToo અંગે વાત કરી છે.
શું કહ્યું અજય દેવગને?
અજય દેવગનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે લોકો સાથે કામ કરવું યોગ્ય છે, જેમના પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે? જેના જવાબમાં અજયે કહ્યું હતું, 'આરોપી તથા દોષી વચ્ચે અંતર છે. તે લોકો સાથે કામ ના કરવું જોઈએ જે દોષી સાબિત થઈ ચૂક્યા છે પરંતુ જે લોકો દોષી સાબિત નથી થયા તેમની સાથે આપણે ખોટું કરી શકીએ નહીં. તેમના પરિવારનું શું થશે? હું એક આરોપીને ઓળખું છું, જેની દીકરી ઘણી જ મુશ્કેલીમાં હતી. તેણે ખાવા-પીવાનું તથા સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું.'
2. ટ્વીટ કરીને આ વાત કહી હતી
જે સમયે બોલિવૂડમાં MeToo મૂવમેન્ટ ચાલતી હતી, તે સમયે અજય દેવગન આ કેમ્પેઈનના સપોર્ટમાં આવ્યો હતો. તેણે MeToo કેમ્પેઈન હેઠળની ઘટનાઓની નિંદા કરતાં ટ્વીટ કરી હતી, 'MeToo હેઠળ જે પણ સાંભળવા મળી રહ્યું છે તેનાથી હું ઘણો જ હેરાન છું. હું મહિલાઓની સુરક્ષામાં વિશ્વાસ રાખું છું. જો કોઈ મહિલા સાથે ખોટો વ્યવહાર કરે છે તો તે વ્યક્તિની સાથે ના હું અને ના ADF (અજય દેવગન ફિલ્મ્સ) છે.'
I’m disturbed by all the happenings with regards to #MeToo. My company and I believe in providing women with utmost respect and safety. If anyone has wronged even a single woman, neither ADF nor I will stand for it.
— Ajay Devgn (@ajaydevgn) October 12, 2018
3. આ ફિલ્મમાં વ્યસ્ત
અજય દેવગન 'તાનાજીઃ ધ અનસંગ વોરિયર' અને 'ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં વ્યસ્ત છે. આ ઉપરાંત અજય દેવગન 'તુર્રમ ખાન' પ્રોડ્યૂસ કરી રહ્યો છે. આ ફિલ્મને હંસલ મહેતા ડિરેક્ટ કરશે અને ફિલ્મમાં રાજકુમાર રાવ તથા નુસરત ભરૂચા છે.