તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Taking A Nutritious Diet Before Conception Can Help Prevent A Child From Malnutrition

ગર્ભધારણ પહેલા પોષ્ટિક આહાર લેવાથી બાળકને કુપોષણની સમસ્યાથી બચાવી શકાય છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક. મહિલાને ગર્ભધારણ કરવાના ત્રણ મહિના પહેલા યોગ્ય પ્રમાણમાં પોષણયુક્ત આહાર આપવાથી આવનાર બાળકને કુપોષણ અને ઓછી હાઈટની સમસ્યાથી બચાવી શકાય છે. ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં એક આંતરરાષ્ટ્રીય રિસર્ચમાં આ વિશે જાણકારી આપવામા આવી હતી. 


તમામ સૂચકાંકોમાં સુધારો હોવા છતાં દેશમાં જન્મ લેનાર બાળકોમાં કુપોષણ અને ઓછી હાઈટની સૌથી મોટી સમસ્યા છે. પાંચ વર્ષનાં બાળકોનાં ત્રણમાંથી બે મૃત્યુ કુપોષણના કારણે થાય છે. પ્લોસ જર્નલમાં આ રિસર્ચને પ્રકાશિત કરવામા આવ્યું છે. રિસર્ચ માટે એક જેવી સ્વાસ્થ્ય અને સામાજિત-આર્થિક દરજ્જો ઘરાવતી મહિલાઓના ત્રણ જૂથ બનાવવામાં આવ્યા હતા. 


પહેલા જૂથમાં મહિલાઓને ગર્ભધારણના ત્રણ મહિના પહેલાથી લિપિડ આધારિત માઈક્રોન્યૂટ્રિએન્ટ સપ્લીમેન્ટ આપવામા આવતી. બીજા જૂથમાં ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં સપ્લીમેન્ટ આપવામા આવી અને ત્રીજા જૂથની મહિલાઓને કોઈ પણ સપ્લીમેન્ટ આપવામા આવી નહીં. તમામ શિશુઓના જન્મબાદ તેમને માપવામા આવ્યા. 


રિસર્ચમાં જાણળા મળ્યું કે, પહેલા જૂથની મહિલાઓના બાળકોની હાઈટ બીજા જૂથની મહિલાઓના બાળકોની હાઈટ કરતા સરેરાશ 5.3 મિમી વધારે હતી. તેવી જ રીતે પહેલા જૂથની મહિલાઓના શિશુઓનું વજન ત્રીજા જૂથની મહિલાઓના શિશુઓના વજન કરતા 89 ગ્રામ વધારે હતું. આંકડાઓના વિશ્વલેષણ પરથી જાણવા મળ્યું કે, ગર્ભધારણ કરવાના ત્રણ મહિના પહેલા મહિલાઓને માઈક્રોન્યૂટ્રિએન્ટ સપ્લીમેન્ટ આપવાથી શિશુઓમાં ઓછી હાઈટની સમસ્યામાં 44 ટકા અને કુપોષણમાં 24 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. 


ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં અત્યારે પણ 38 ટકા બાળકો ઓછી હાઈટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં વસ્તી હોવાને કારણે વિશ્વના કુલ ઠિગણાપના કિસ્સામાં 40 ટકા આ વિસ્તારના છે. તેમા સૌથી મોટું યોગદાન ભારતનું છે. 
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો