તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક્ટર્સે દિશા વાકાણીના કમબેકને લઈ વિરોધ કર્યો?

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ દિશા વાકાણી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા’માં ક્યારે કમબેક કરશે, તેને લઈ અવઢવ છે. દિશા વાકાણી છેલ્લાં બે વર્ષથી આ શોમાં જોવા મળી નથી. જોકે, આ વર્ષે દિશા વાકાણીની એક નાનકડી ઝલક જોવા મળી હતી પરંતુ તે ફુલ ફ્લેજ આવશે કે નહીં? તેને લઈ હવે એક નવી વાત સામે આવી છે. સિરિયલના જ કલાકારોએ દિશાના કમબેકનો વિરોધ કર્યો છે. 

દિશાએ સિરિયલમાં માત્ર છ કલાક કામ કરવાની શરત મૂકી
દિશાએ સિરિયલના મેકર્સ આગળ શરત મૂકી હતી કે તે માત્ર છ કલાક જ કામ કરશે. મેકર્સે દિશાની આ શરત માની પણ લીધી હતી. આ સાથે જ મેકર્સે દિશા માટે સેટ પર કિડ્સ પ્લે બનાવવાનું વચન પણ આપ્યું હતું, જેથી તે પોતાની દીકરી સ્તુતિનું પૂરતું ધ્યાન રાખી શકે અને બ્રેક દરમિયાન દીકરી સાથે રમી પણ શકે. જોકે, મેકર્સના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. 

કો-સ્ટાર્સે વિરોધ કર્યો
સૂત્રોના મતે, સિરિયલના કેટલાંક કલાકારોને મેકર્સની આ વાત સામે વાંધો છે. દિશા સિરિયલમાં માત્ર છ કલાક કામ કરે, તે વાતથી અન્ય કેટલાંક કલાકારો નારાજ છે. આ કલાકારોને ડર છે કે દિશા વાકાણીને કારણે તેમના સીન્સ લેટ શૂટ થશે અને તેમણે સેટ પર વધુ સમય રહેવું પડશે. આ મુદ્દે પ્રોડ્યૂસર્સ તથા કલાકારો વચ્ચે ચર્ચા-વિચારણા થઈ રહી છે અને આ જ કારણથી દિશાએ હજી સુધી કમબેક કર્યું નથી. 

સપ્ટેમ્બર, 2017થી શોમાં નથી જોવા મળતી
દિશા સપ્ટેમ્બર, 2017મા મેટરનિટી લીવ પર ગઈ હતી. નવેમ્બર, 2017મા દિશાએ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. બે વર્ષથી ચાહકો તથા મેકર્સ દિશા વાકાણી શોમાં પરત ફરે તેની રાહ જોતા હતાં. ચર્ચા હતી કે દિશાના પતિ મયુરે દિવસના માત્ર 6 કલાક અને મહિનામાં 15 દિવસ જ કામ કરવાની શરત મૂકી હતી. તેમાં પણ નાઈટ શિફ્ટ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. મેકર્સે આ વાત સ્વીકારી લીધી છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો