તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Taanaji The Unsung Warrior Ajay Devgn On Working With Kajol, It Felt Like Home On Set

‘તાનાજી’માં કાજોલ સાથે કામ કરવા પર અજય દેવગને કહ્યું, સેટ પર ઘર જેવો જ માહોલ હતો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’માં અજય દેવગન તથા કાજોલ સાથે કામ કરી રહ્યાં છે. અજયની આ 100મી ફિલ્મ છે. હાલમાં જ અજયે પત્ની કાજોલ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તે અંગે વાત કરી હતી.

શું કહ્યું અજય દેવગને?
અજયે કાજોલ સાથેના કામ કરવા અંગે કહ્યું હતું કે તેને તો ફિલ્મનો સેટ હોય તેવું ક્યારેય લાગતું નહોતું. તેને તો એમ જ હતું કે આ ઘર જ છે. તેઓ બધાની સામે ઘરમાં જે રીતે વર્તન કરતાં તે જ રીતે સેટ પર પણ વર્તન કરતાં. 

ટ્રેલર લોન્ચમાં આ કારણથી કાજોલ ના આવી
ટ્રેલર લોન્ચિંગમાં અજય દેવગન, સૈફ અલી ખાન, ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉત, કો-પ્રોડ્યૂસર્સ ભૂષણ કુમાર, કુમાર મંગત હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત અજયનો ક્લોઝ ફ્રેન્ડ રોહિત શેટ્ટી પણ આવ્યો હતો. જોકે, કાજોલ ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટમાં જોવા મળી નહોતી. અજય-કાજોલની દીકરી ન્યાસાની કોલેજમાં પેરેન્ટ્સ મિટિંગ હતી અને તેથી જ એક્ટ્રેસ સિંગાપોર ગઈ હતી. 

કાજોલ-અજયે આ ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે
કાજોલ તથા અજયે ભૂતકાળમાં કેટલીક ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે, જેમાં ‘પ્યાર તો હોના હી થા’, ‘દિલ ક્યા કરે’, ‘રાજુચાચા’ તથા ‘યુ મી ઔર હમ’ સહિતની ફિલ્મ્સનો સમાવેશ થાય છે. ‘તાનાજી’માં અજય મરાઠા યૌદ્ધા તાન્હાજી માલુસરેનો રોલ કર્યો છે, જ્યારે કાજોલ તેની પત્ની સાવિત્રીબાઈ બની છે. 

ડિરેક્ટરે કહ્યું એ રીતે કામ કર્યું
અજયે તાનાજીના રોલ માટે કેવી રીતે તૈયારી કરી? જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે તેણે માત્ર ડિરેક્ટરના સૂચનો માન્યા હતાં. ફિલ્મ બનાવવા માટે પુસ્તકો તથા અન્ય ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં તાનાજીના વર્તનને લઈ વધુ વાતો લખવામાં આવી નહોતી. તેથી જ તેમણે કેરેક્ટર પ્રમાણે, તેની કલ્પના કરીને આ પાત્ર ભજવ્યું છે. 

આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થશે
‘તાનાજી’માં કાજોલ-અજય ઉપરાંત સૈફ અલી ખાન, શરદ કેલ્કર, જગપતિ બાબુ, પંકજ ત્રિપાઠી પણ મહત્ત્વના રોલમાં છે. સૈફ તથા અજયે આ પહેલાં ‘કચ્ચે ધાગે’, ‘એલઓસીઃ કારગિલ’ તથા ‘ઓમકારા’માં સાથે કામ કર્યું હતું. અજયની આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ જ દિવસે દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ રિલીઝ થવાની છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો