• Home
  • International
  • Syria: Family stat laughter therapy during bomb explodes, for four year girl

સીરિયા / બોમ્બ વિસ્ફોટ થાય તો પરિવારના બધા લોકો ખડખડાટ હસવા લાગે છે જેથી 4 વર્ષની બાળકીનું ધ્યાન ભટકાવી તેનો ભય દૂર કરી શકાય

વિસ્ફોટ થાય છે કે ફાઇટર જેટનો અવાજ આવે તો બાળકી ડરવાને બદલે હસવા લાગે છે.
વિસ્ફોટ થાય છે કે ફાઇટર જેટનો અવાજ આવે તો બાળકી ડરવાને બદલે હસવા લાગે છે.

  • પિતાએ બાળકીને લાફ્ટર ગેમ શીખવી, કહ્યું - આ મનોવૈજ્ઞાનિક રૂપે જીવિત રહેવાની રીત
  • બાળકી પણ હવે દરેક વિસ્ફોટ પર ડરવાને બદલે ખડખડાટ હસે છે

Divyabhaskar.com

Feb 20, 2020, 06:11 AM IST
દમાસ્કસ: સીરિયાના ઈદલિબમાં સરકાર સમર્થક સેના અને બળવાખોરો વચ્ચે સતત વધતી તંગદિલી અને હવાઈ હુમલા વચ્ચે એક પિતાએ તેની 4 વર્ષની બાળકીને આ ભયથી બહાર આવવાની નવી રીત શોધી આપી. જ્યારે સરકાર સમર્થક રશિયન સેનાનાં વિમાન ઈદલિબ અને તેની નજીકના વિસ્તારોમાં બોમ્બમારો કરે છે તો 4 વર્ષની સલવા ડરવાને બદલે ખડખડાટ હસવા લાગે છે. આવી જ રીતે તેનાં માતા-પિતા પણ કરે છે. ભય વચ્ચે ખડખડાટ હસવાની આ રીત સલવાના પિતા અબ્દુલ્લા અલ મોહમ્મદે શોધી કાઢી છે. તેને તેમણે ‘લાફ્ટર ગેમ’ નામ આપ્યું છે.
મોહમ્મદ કહે છે કે આ મનોવૈજ્ઞાનિક રીતે જીવિત રહેવાની રીત છે. અહીં રોજ બોમ્બમારો થાય છે. દરેક દિશામાં વિસ્ફોટ અને ગોળાબારનો અવાજ ધ્રૂજાવી મૂકે છે. પહેલા સલવા આ અવાજો સાંભળી ડરી જતી હતી. અમને ભય હતો કે ક્યાંક તે યુદ્ધના ટ્રોમા કે આઘાતની શિકાર ન થઈ જાય. એવામાં તેનું ધ્યાન ભટકાવવા આ વિસ્ફોટને રમતનું સ્વરૂપ આપી દીધું. જ્યારે પણ વિસ્ફોટ થાય છે કે ફાઇટર જેટનો અવાજ આવે છે તો અમે સલવાને સવાલ કરીએ છીએ કે આ શું છે? તે જવાબ આપે છે અને અમે હસવા લાગીએ છીએ.
સલવા અને મોહમ્મદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો. જેમાં દેખાય છે કે બોમ્બ વિસ્ફોટના અવાજ વચ્ચે સલવા કેવી રીતે ખડખડાટ હસે છે. તેમાં તેના પિતાને સવાલ પૂછતાં પણ જોઈ શકાય છે. દરેક વિસ્ફોટ પર સલવા અને તેના પિતાને ખડખડાટ હસતાં જોઈ શકાય છે. સલવા અને તેનાં માતા-પિતાએ ઈદલિબ છોડવું પડ્યું. હવે તે સરહદી વિસ્તારમાં સંબંધીને ત્યાં રહે છે.
દીકરીને ટ્રોમાથી બચાવવા લાફ્ટર ગેમ શોધી
સલવાના પિતા અલ મોહમ્મદ કહે છે કે મેં પોતાની દીકરીને યુદ્ધના આઘાતથી બચાવવા આ રમત શરૂ કરી. જ્યારે પણ ફાઈટર જેટ કે બોમ્બમારાનો અવાજ આવે છે તો હું સલવાને પૂછું છું કે આ વિમાન છે કે બોમ્બ? તે જવાબ આપે અને હું પડી જવાનું નાટક કરું છું. અને પછી અમે બધા સાથે મળીને હસીએ છીએ. કારણ જે પણ હોય તેમાં સલવાને મજા આવવા લાગી છે.
X
વિસ્ફોટ થાય છે કે ફાઇટર જેટનો અવાજ આવે તો બાળકી ડરવાને બદલે હસવા લાગે છે.વિસ્ફોટ થાય છે કે ફાઇટર જેટનો અવાજ આવે તો બાળકી ડરવાને બદલે હસવા લાગે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી