કોરોનાનું ગ્રહણ / રક્ષાબંધન પર રાજકોટમાં મીઠાઈના વેપારીઓની માઠી, 50 ટકા ડિમાન્ડ ઘટી, હોમ મેડ ચોકલેટનો નવો ટ્રેન્ડ

મિઠાઈના વેપારીઓ ઓર્ડર મુજબ જ મિઠાઈ બનાવી રહ્યા છે
X

  • ગત વર્ષે રક્ષાબંધનમાં થાબડી, પેંડા અને કાજુકતરી સહિતની મિઠાઇ 2 લાખ કિલો બની હતી
  • કોરોનાને કારણે મિઠાઈ પર પણ લગામ, આ વર્ષે માત્ર 50થી 60 હજાર કિલો જ મિઠાઈ બનશે

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 07:08 PM IST

રાજકોટ. તહેવારો નજીક આવતા જ ખાવાના શોખીન રાજકોટવાસીઓ મીઠાઈ અને ફરસાણ ખરીદવાનું શરૂ કરી દેતા હોય છે. પરંતુ કોરોનાની મહામારીના કારણે આ વર્ષે મીઠાઈની ડિમાન્ટમાં 50 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર બહેનો ભાઈને મોં મીઠું કરાવવા કાજુકતરી અથવા પેંડાની ખરીદી કરતી હોય છે. પરંતુ કોરોનાના કારણે બહેનો હવે હોમ મેડ ચોકલેટનો આગ્રહ કરી રહી છે. જેના કારણે બજારમાં મીઠાઈની ડિમાન્ડ ઘટી છે.

કોરોનાની અસર મિઠાઈના વેપાર પર પડી

કોરોનાના કારણે કાજુ કતરીની ડિમાન્ડ ઘટી
રાજકોટમાં કાજુ કતરી વેચતા પટેલ એગ્રી એક્સપોર્ટના બ્રાન્ચ મેનેજર જેમીન કાછડિયાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગયા વર્ષ કરતા આ વર્ષે કાજુકતરીનું વેચાણ ઘણું ઓછું છે. અત્યારે હોલસેલ માર્કેટ તદન બંધ છે. કોરોનાની મહામારીના કારણે આ વર્ષે કાજુકતરીનુ વેચાણ ઘણું ઓછુ જોવા મળી રહ્યું છે. તહેવારોમાં મીઠાઈની ડિમાન્ડ વધુ રહેતી હોય છે પણ કોરોનાના કારણે આ ડિમાન્ડ ઘટી ગઈ છે.

રાજકોટના વખાણાતા પેંડાની માર્કેટમાં પણ ડિમાન્ડ ઘટી
રાજકોટના પેંડા આખા દેશભરમાં તેમજ વિદેશમાં પણ પ્રખ્યાત છે. રાજકોટ પેંડાના શહેર તરીકે ઓળખ ધરાવે છે. ત્યારે આ વર્ષે સાતમ-આઠમ અને રક્ષાબંધનના તહેવારોમાં કોરોનાને કારણે પેંડાની ડિમાન્ડ પણ ઘટી છે. કારણ કે અન્ય રાજ્યો જતા પેંડા બંધ થઈ ગયા છે. આથી વેપારીઓ ઓર્ડર પ્રમાણે પેંડા બનાવી રહ્યા છે.

કોરોનાને કારણે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો

બહેનોએ હોમ મેડ ચોકલેટ પર પોતાની પસંદગી ઉતારી
કોરોનામાં શરદી, ઉધરસ ન થાય તે માટે લોકો મીઠાઈ ખાવાનું ટાળી રહ્યા છે. ગત વર્ષે રક્ષાબંધનના દિવસે થાબડી, પેંડા, કાજુકતરી 2 લાખ કિલો બન્યા હતા. જ્યારે આ વખતે માત્ર 50 થી 60 હજાર કિલો જ બનશે. ડિમાન્ડ નહીં હોવાથી ખુદ વેપારીઓએ 40 ટકા જેટલું ઓછુ ઉત્પાદન કર્યું છે. આ ઉપરાંત રાજકોટમાં બનતી મીઠાઈના ઓર્ડર અન્ય રાજ્યોમાંથી નોંધાયા નથી. રક્ષાબંધનમાં પોતાના ભાઇને રાખડી બાંધીને તેનું મોં મીઠું કરાવવા માટે બહેનોએ હોમ મેડ ચોકલેટ પર પોતાની પસંદગી ઉતારી છે.

વેપારીઓએ ઓર્ડર પ્રમાણે ઉત્પાદન કરવાનું ચાલુ કર્યું
વેપારમાં ખોટ ન જાય અને માલ પણ વધે નહીં તે માટે વેપારીઓ આ વખતે જથ્થામાં ઉત્પાદન કરવાને બદલે ઓર્ડર મુજબ ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે. જ્યારે કોરોનાને કારણે આ વખતે રાજકોટની મીઠાઈ બજારમાં આયુર્વેદિક મીઠાઈનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં અલગ અલગ ઔષધિનો ઉપયોગ કર્યો હોવાનો વેપારીઓએ દાવો કર્યો છે. તો કેટલાક વેપારીઓએ મીઠાઈ લાંબો સમય ટકી રહે તે માટે નવી સિસ્ટમ અપનાવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી