તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Swaminarayan Saints Celebrated Annakut Festival With Javano On Bhediya Bat, Offered Offerings At Hardoi Outpost, Dharamshala, India Bridge, Khawda Outpost On The Desert Border

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સવ:ભેડીયા બેટ પર સ્વામિનારાયણ સંતોએ જવાનો સાથે અન્નકૂટ ઉત્સવ ઉજવ્યો, રણ સરહદે હરદોઈ ચોકી, ધર્મશાળા, ઈન્ડિયા બ્રિજ, ખાવડા ચોકીમાં પ્રસાદ આપ્યો

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ સ્વામિનારાયણ મંદિરના ડો. સ્વામી સત્યપ્રસાદદાસજી અને સ્વામી ઉત્તમચરણદાસજી શનિવારે કચ્છ આંતરરાષ્ટ્રીય સરહદ ભેડિયા બેટમાં પહોંચ્યા હતા અને જવાનો સાથે અન્નકૂટ ઉત્સવ ઉજવ્યો હતો, જેમાં બી.એસ.એફ.ના જવાનો સાથે હનુમાનજીના મંદિરે મારૂતિ યજ્ઞ હોમ, આરતી, પૂજન પણ કરવામાં આવ્યા હતા.ડો. સ્વામી સત્યપ્રસાદદાસજીએ વધુ વિગતો અાપતા જણાવ્યું હતું કે, મહંત સ્વામી પુરાણી ધર્મનંદનદાસજી, પ્રેમપ્રકાશદાસજી અને પાર્ષદ જાદવજી ભગતના સંકલ્પથી ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા 1 વર્ષ પહેલા અઢી કરોડના ખર્ચે હનુમાનજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં અાવ્યો હતો, જેમાં લાલ પથ્થરથી

કલાત્મક રીતે હનુમાનજીના મંદિરનું નિર્માણ કરાયું હતું. એ ઉપરાંત વિશાળ સત્સંગ ભવન, મલ્ટીમીડિયા હોલ, અતિથિ ભવન, જવાનોને રહેવા માટે સુવિધા, પાણીના સંગ્રહ માટે વિશાળ ટાંકી પણ બનાવાઈ હતી. જે મંદિરને અેક વર્ષ પૂર્ણ થતા વહેલી સવારે ભેડિયા બેટ હનુમાનજી મહારાજના મંદિરે પહોંચી ગયા હતા અને જવાનો સાથે મારૂતિ હવન, પૂજન, અન્નકૂટનો ઉત્સવ ઉજવ્યો હતો. સવારે 10 વાગે હનુમાનજી મહારાજની આગળ છપન્નભોગનો અન્નકૂટનો ભોગ ધરવામાં આવ્યો હતો.

સ્વામી ઉત્તમચરણદાસજીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, યજ્ઞમાં બી.એસ.એફ.ના જવાનો જોડાયા હતા. યજ્ઞ સમાપ્તિ બાદ આરતી અને પૂજન કરવામાં આવ્યા હતા. ભેડિયા બેટ ચોકીમાં રહેતા જવાનોને પ્રસાદ આપીને ત્યાંથી હરદોઈ ચોકી, ધર્મશાળા, ઈન્ડિયા બ્રિજ અને ખાવડા ચોકીમાં પણ જવાનોને પ્રસાદ અાપી નવા વર્ષની શુભેચ્છાસહ આશીર્વાદ આપ્યા હતા. અમારી સાથે હરેશ સાધુ રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો