સેલ્સ રિપોર્ટ / સુઝુકીએ 4 વર્ષમાં બ્રેઝાના પાંચ લાખ યુનિટનું વેચાણ કર્યું છે, ઓટો એક્સ્પો 2016થી ભારતમાં ડેબ્યુ કર્યું હતું

Suzuki has sold over 5 lakh units of Brezza in 4 years, entered India at the Auto Expo 2016

Divyabhaskar.com

Feb 05, 2020, 04:23 PM IST

ઓટો ડેસ્ક. મારુતિ સુઝુકીની સબ-કોમ્પેક્ટ એસયુવી વિટારા બ્રેઝાના વેચાણના આંકડા ચર્ચામાં છે. સુઝુકીએ 4 વર્ષમાં બ્રેઝાના પાંચ લાખ યુનિટનું વેચાણ કર્યું છે. સૌથી પહેલા દિલ્હીમાં શરૂ થયેલ ઓટો એક્સ્પો 2016માં રજૂ કરવામાં આવી હતી. તેની લોકપ્રિયતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે, લોન્ચિંગ બાદથી બ્રેઝા સતત દેશની ટોપ 10 બેસ્ટ સેલિંગ કારના લિસ્ટમાં સામેલ છે. તેને સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવી તરીકે રજૂ કરવામાં આવી હતી, જેને જેને બલ્કી સાઈઝ રેગ્યુલર SUVના રિપ્લેસમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની એક્સ શોરૂમ કિંમત 7.73 લાખ રૂપિયાથી 10.45 લાખ રૂપિયાની વચ્ચે છે.


એન્જિન 80hp પાવર અને 200nm ટોર્ક જનરેટ કરે છે

  • સબ-કોમ્પેક્ટ એસયુવી વિટારા બ્રેઝામાં 1.3 લીટરનું DDSI 200 ડીઝલ એન્જિન છે, જે 88hp પાવર અને 200nm ટોર્ક જનરેટ કરે છે. 5-સ્પીડ ટ્રાન્સમિશનની સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ ઉપલબ્ધ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેમાં 24.3Kmplનું માઈલેજ મળે છે.
  • એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, ટૂંક સમયમાં તેનું 1.5 લીટર પેટ્રોલ વેરિઅન્ટ પણ લોન્ચ કરવામાં આવશે. તેને ઓટો એક્સ્પો 2020માં રજૂ કરવામાં આવી શકે છે. 1.5 લીટર પેટ્રોલ એન્જિન પહેલાથી જ અર્ટિગા અને સિયાઝમાં આપવામાં આવેલ છે. તે 103hp પાવર અને 138nm ટોર્ક જનરેટ કરે છે.
  • બ્રેઝામાં ડ્યુઅલ ટોન કલર ઉપરાંત બ્લેક અલોય વ્હીલ અને પ્રોજેક્ટર હેડલાઈટ્સ જેવા ફીચર્સ પણ મળશે. તે ઉપરાંત તેમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોથી સજ્જ સ્માર્ટપ્લે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ મળશે. સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ તરીકે તેમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ, ABS અને EBD, હાઈ-સ્પીડ વોર્નિંગ અલર્ટ અને રિવર્સ પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.
X
Suzuki has sold over 5 lakh units of Brezza in 4 years, entered India at the Auto Expo 2016

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી