તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:સૂવઇ PHCમાંથી ઉપકરણ ચોરાયા

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાપર તાલુકાના સૂવઇ ખાતે આવેલા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાંથી રૂ.6,200 ની કિંમતના ઉપકરણો ચોરી થયા હોવાની ફરિયાદ રાપર પોલીસ મથકે નોંધાઇ છે. 12 કલાકમાં જ ઉપકરણોની ઉઠાંતરી થતા કોઇ જાણભેદુ હોવાની શંકા સેવાઇ રહી છે.

રાપરના એકતાનગરમાં રહેતા અને સૂવઇ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબ તરીકે ફરજ બજાવતા ડો.રાકેશકુમાર કાંતિલાલ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે કે તા.14/9 ના સાંજે 7:30 થી તા.15/9 ના સવારે 7 વાગ્યા દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી તસ્કરોએ રૂ.1,200 ની કિંમતની કોમ્પ્યુટરની એલસીબી અને રૂ.5,000 ની કિંમતના એઇડી ટીવી મળી કુલ રૂ.6,200 ના ઉપકરણોની ચોરીને અંજામ આપ્યો છે. પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો