તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાણાકીય ગોટાળો:સુશાંતસિંહને ફિલ્મ માટે મળેલા 17 કરોડનો હિસાબ મળતો નથી

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પ્રોડ્યુસરે આપેલા કાગળિયાંમાંથી પણ કશું મળ્યું નહીં

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (34) મૃત્યુ કેસમાં હવે નાણાકીય ગોટાળો બહાર આવ્યો છે. સુશાંતને રાબ્તા ફિલ્મ માટે મળેલા રૂ. 17 કરોડનો હિસાબ મળતો નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સર્વ આર્થિક વ્યવહારની તપાસ કરવામાં આવી છે, પરંતુ સુશાંતના બેન્ક ખાતામાં આ નાણાં જમા થયાં નથી એવું જણાયું છે. પ્રોડ્યુસર દિનેશ વિજયન પાસેથી મળેલાં કાગળિયાંમાંથી તે બાબતે કશું જ સ્પષ્ટ થતું નથી, જેથી તેને પણ ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

સુશાંતને રૂ. 17 કરોડનું પેમેન્ટ ક્યાં અને કઈ રીતે કર્યું, વિદેશમાં શૂટિંગ સમયે આપવામાં આવેલી રકમ અને અન્ય ભથ્થાં કયા સ્વરૂપમાં અપાયાં હતાં તે બાબતે ઈડીએ વિજયન પાસેથી વિગતવાર માહિતી મગાવી હતી. જોકે તેણે આપેલાં કાગળિયાંમાંથી કશું સ્પષ્ટ થતું નથી. હાલમાં વિજયન કામ નિમિત્તે દુબઈમાં છે. કોરોના થવાથી ઉપચાર ચાલુ હોવાથી ઈડી સમક્ષ હાજર રહેવામાં અસમર્થતા બતાવી હતી.

14 જૂને બાંદરા ખાતે પોતાના ભાડાના ડુપ્લેક્સમાં સુશાંતે ગળે ફાંસો ખાધો હતો. આ પછી સુશાંતના કુટુંબીઓએ સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી અને તેના કુટુંબીઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ પ્રકરણે હાલ સીબીઆઈ તપાસ કરી રહી છે. સુશાંતની સંપત્તિ હડપ કરવામાં આવી છે એવા આરોપ પરથી મની લોન્ડરિંગ સંબંધી ગુનો દાખલ કરીને ઈડી પણ છેલ્લા ચાર મહિનાથી આર્થિક વ્યવહારની તપાસ કરી રહી છે. રાબ્તા ફિલ્મ 2017માં રિલીઝ થઈ હતી. તે સમયે રિયા સુશાંતના સંપર્કમાં નહોતી. આથી આ રકમ ગેરવલ્લે થવા પાછળ રિયાનો કોઈ સંબંધ નહીં હોવાનું ઈડીએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો