તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:રાજકોટમાં 40954 ઘરનો સરવે, માત્ર 13 લોકો બીમાર મળ્યા!

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં મનપાની 1031 ટીમે એક દિવસમાં 40954 ઘરનો સરવે કર્યો હોવાનો દાવો કર્યો છે અને તેમાં માત્ર 13 લોકો શરદી, ઉધરસ, તાવના લક્ષણો ધરાવતા મળી આવ્યા છે. ગ્રામ્યમાં 67205 ઘરમાં સરવે કરતા 153 ઘરમાં શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જોવા મળ્યા હતા. રાજકોટ શહેરમાં નવા નવ અને જિલ્લામાં સાત માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાતા કુલ 255 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન થયા છે. રાજકોટ શહેરની અનુપમા સોસાયટી, વિદ્યાકુંજ સોસાયટી અમીન માર્ગ, સૂર્યા એપાર્ટમેન્ટ કાશી વિશ્વનાથ પ્લોટ, રાધાનગર લક્ષ્મીનગર પાસે, પૂજારા પ્લોટ લક્ષ્મીવાડી મેઇન રોડ, વર્ધમાનનગર પેલેસ રોડ, મંગલપાર્ક હનુમાન મઢી ચોક અને ક્રિષ્નાપાર્ક પરાબજારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરતા શહેરમાં કુલ 65 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર થયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો