તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવાસન સ્થળ:ગાઢ જંગલો વચ્ચે ઘેરાયેલું આંબાપાણી ઇકો ટુરિઝમ બન્યું આકર્ષણનું કેન્દ્ર

વ્યારા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંબાપાણી ઈકો ટુરિઝમ કેમ્પમાં લીલોતરી વચ્ચે ઉભા કરેલા સુંદર ટ્રી હાઉસ
  • કેમ્પ સાઇટ પર આકર્ષક ટ્રી હાઉસ, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, બોટીંગ ડેક, લેન્ડ સ્કેપ, લાઈટીંગ પેવમેન્ટ, સાઈનેજ સહિતની સુવિધા ઉપલબ્ધ

કુદરતના ખોળે વસેલા તાપી જિલ્લાના ડોલવાણ તાલુકા માં આવેલું આમણીયા ગામ નજીક આવેલા સુંદર આંબાપાણી ઈકો ટુરિઝમ નું તાપી અને સુરત સહિત અન્ય જિલ્લામાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.દિવાળી બાદ માં શનિ અને રવિવારે 1500 થી વધુ સહેલાણીઓ ઊમટી પડ્યા હતા.પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય અને રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય કક્ષાના પ્રવાસન સ્થળ બને તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે.તાપી જિલ્લાના વ્યારા વનવિભાગ દ્વારા આંબાપાણી ના પ્રવાસન સ્થળ બનાવ્યું છે.

પ્લે એરિયાની મજા માણી રહેલા સહેલાણીઓ.
પ્લે એરિયાની મજા માણી રહેલા સહેલાણીઓ.

બારેમાસ ફરવાલાયક સ્થળો બની રહે તેવુ આંબાપાણી ખાતે ગાઢ જંગલો વચ્ચે આવેલા આ પ્રવાસન સ્થળને ઈકો ટુરિઝમ બનાવેલું છે. તાપી-સુરત અને અન્ય જિલ્લાના પ્રવાસીઓ માટે આકર્ષક ટ્રી હાઉસ,ફૂડ કોર્ટ,ચિલ્ડ્રન પ્લે એરિયા,બોટીંગ ડેક,મેઈન ગેટ,પાર્કિંગ, લેન્ડ સ્કેપ,લાઈટીંગ પેવમેન્ટ,સાઈનેજ, શૌચાલય વિગેરે સુવિધા ઉભી કરવામાં આવી દિવાળી વેકેશન બાદ તાપી જિલ્લાના વિવિધ પ્રવાસન ધામમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે અંબાપાણી ખાતે પણ શનિ રવિની રજામાં રોજના 700થી 800 લોકો પ્રવાસનધામ ઓની મજા માણી રહ્યા છે .

2.22 કરોડના ખર્ચે સ્પોટ વિકસાવાયું: પુર્ણા નદીના કિનારે આવેલ ડોલવણ તાલુકાના આંબાપાણી ઈકો ટુરિઝમ ખાતે વિકાસની વિપુલ તકો છે. અહીં પ્રવાસીઓ માટે ફૂડકોર્ટ,ગઝેબો,કિચન વીથ ડ્રીંકીંગ ફેસીલીટી, ટ્રે હાઉસ,મેઈનગેટ,ચિલ્ડ્રન પ્લે એરિયા વીથ ઈકવીપમેન્ટ,પર્કીંગ ફેસીલીટી, પેવીંગ એન્ડ કબિંગ વર્ક, બોટીંગ ડેક, સીટીંગ બેન્ચ, રીનોવેશન વર્ક ઓફ એકઝેસ્ટીંગ ટોયલેટ,રીનોવેશન ઓફ ટેનમ્ટ એરિયા પ્લીન્થ, રીનોવેશન ઓફ એકઝેસ્ટીંગ વિઝીટ સેન્ટર,ઈલેકટ્રીકલ લેન્ડસ્કેપ વિગેરે ઉભા કરાયા છે.

કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન: ડોલવાણના ટુરિઝમ પ્રવાસીઓને સાવચેતી રાખવા માટે વનવિભાગ દ્વારા વિવિધ ગાઈડલાઈન નું પાલન કરાવી રહ્યા છે. સહેલાણીઓએ પણ સહકાર આપવો જરૂરી છે.-રઘુવીરસિંહ કોસાડા, આરએફઓ, વ્યારા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો