તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કર્ફ્યુમાં ગર્લફ્રેન્ડ સાથે નશાે કરેલી હાલતમાં નીકળેલા વેપારીની અટક

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાજવાનો વેપારી વુડા સર્કલ પાસેથી પસાર થતો હતો
  • વેપારીની કારમાંથી મારક હથિયારો પણ મળી આવ્યાં

વડોદરામાં લાગુ કરાયેલા કર્ફ્યુમાં ચેકિંગ વેળા કારમાં નશાની હાલતમાં ગર્લફ્રેન્ડ સાથે જઇ રહેલા ગ્રોસરીના વેપારીની કારમાંથી મારક હથિયારો મળી આવતાં લક્ષ્મીપુરા પોલીસે વેપારીની અટકાયત કરી કાર અને હથિયારો જપ્ત કર્યા હતા.કોરોનાનો વ્યાપ વધતાં શહેરમાં શનિવારથી રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરાયું છે. જેના પગલે પોલીસે 9 વાગ્યા પછી નીકળતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. લક્ષ્મીપુરા પોલીસે પણ વુડા ચાર રસ્તા નજીક ચેકિંંગ હાથ ધર્યું હતું. દરમિયાન એક કારને રોકતાં ચાલક અને તેની બાજુની સીટ પર એક યુવતી બેઠેલી નજરે પડી હતી.

યુવકની પૂછપરછ કરતાં તે બાજવા કરોડિયા ખાતે આવેલા અમરનાથ ટેનામેન્ટમાં રહેતો મોહનસિંગ રણવીરસિંગ શેખાવત હોવાનું જાણવા મળ્યું હતું. ચાલકની પૂછપરછ કરતાં તે નશાની હાલતમાં હોવાનું જણાતાં પોલીસે તેની કારની તલાશી લીધી હતી. કારમાંથી તાર વીંટાળેલો અને બંને બાજુ લોખંડની ખોરી ચઢાવેલો લાકડાનો દંડો અને એક લોખંડનો પંચ મળી આવ્યો હતો. લક્ષ્મીપુરા પોલીસે જાહેરનામા ભંગ અને પીધેલાનો કેસ કરી મોહનસિંગ શેખાવતની અટકાયત કરી કાર અને હથિયારો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો