તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર - બોટાદ વચ્ચે 1 મહિનો મેગા બ્લોક, 17 માર્ચથી17 એપ્રિલ સુધી મુસાફરોને હાલાકી

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાવનગર - ગાંધીનગર ઇન્ટરસીટી ટ્રેન એક માસ માટે સંપુર્ણ રીતે રદ્દ રહેશે

વઢવાણઃ સુરેન્દ્રનગર - બોટાદ રેલ્વે લાઇનનું વીજળી કરણ કરાયુ છે. આ ઉપરાંત રેલવે પાટાની કામગીરી પણ પુર્ણતાને આરે છે. હાલ બોટાદ - સુરેન્દ્રનગર સેક્શનમાં એન્જીન્યરીંગ કામગીરી ચાલી રહી છે. આથી એન્જીન્યરીંગ વિભાગ દ્વારા તા.17 માર્ચ થી તા.17 એપ્રિલ સુધી એક માસના સમય માટે બ્લોકને કાયમ રાખવામાં આવ્યા છે. જેના કારણે ભાવનગર ડીવીઝનની કેટલીક ટ્રેનોને અસર થનાર છે. જેમાં ભાવનગર - ગાંધીનગર ઇન્ટરસીટી ટ્રેન એક માસ માટે સંપુર્ણ રીતે રદ્દ રહેશે. જ્યારે બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેન પણ એક માસ માટે સંપુર્ણ રદ્દ કરાઇ છે. 

રેલવેમાં મુસાફરી કરતા હજારો મુસાફરોને મુશ્કેલી
ભાવનગર - ધ્રાંગધ્રા ટ્રેન અંશત: રદ્દ રહેશે. આ ટ્રેન ભાવનગર - બોટાદ વચ્ચે ચાલુ રહેનાર છે. આ મેગા બ્લોકને કારણે રેલવેમાં મુસાફરી કરતા હજારો મુસાફરોને મુશ્કેલીની સામનો કરવો પડશે. જેમાં બોટાદ, રાણપુર, લીંબડી, ચુડા, વઢવાણ, જોરાવરનગર, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા રેલ્વે સ્ટેશનો પર વધુ અસર પહોચનાર છે. 

પ્રવાસીઓને થનાર અસુવિધા માટે રેલ્વેતંત્રને ખેદ
આ અંગે પશ્ચીમ રેલ્વેના ભાવનગર સ્ટેશનના જનસંપર્ક અધિકાર પ્રદીપ શર્માએ જણાવ્યુ કે આગામી એક માસ માટે બોટાદ - સુરેન્દ્રનગર વચ્ચે બ્લોકને લીધે આ સમસ્યા છે. પ્રવાસીઓને થનાર અસુવિધા માટે રેલ્વેતંત્રને ખેદ છે. જ્યારે પ્રવાસી ટ્રેન અવર- જવર અંગે 139 પર કોલ કરીને અથવા આઇઆરસીટીસી સાઇટનો સંપર્ક કરવાનો રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser