સ્વચ્છતા સર્વેક્ષણ 2020 / 2.40 લાખ સિટીઝન ફીડબેક સાથે સુરત દેશમાં છઠ્ઠા ક્રમે

સુરત મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
સુરત મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

  • સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં 1500 ગુણ 
  • શહેરની 44.67 લાખની વસ્તીમાંથી 5.3 ટકા લોકોના જ ફીડબેક મળ્યા છે

Divyabhaskar.com

Jan 24, 2020, 10:05 PM IST

સુરતઃ સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં 2.40 લાખ સીટીજન ફીડબેક સાથે સુરત શહેર દેશભરમાં છઠ્ઠા ક્રમાંકે યથાવત છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ફીડબેકના 1500 ગુણ રેન્કીંગમાં નિર્ણાયક સાબિત થાય એમ છે. જેથી વધુને વધુ શહેરીજનો ફીડબેક આપે તે માટે સુરત મહાનગર પાલિકાએ શહેર આખામાં જાહેરમાં હોડિંગસ તથા સોશિયલ મીડીયામાં મારફતે અપીલ કરી છે. 31 જાન્યુઆરી સુધી જ ફીડબેક આપવાનો સમય છે ત્યારે છેલ્લીઘડીએ પાલિકાએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. 2011ની વસ્તી ગણતરી મુજબ શહેરની 44.50 લાખની વસ્તી સામે માત્ર 5.3 ટકા જ સિટીઝન ફીડબેક મળ્યા છે.

કેન્દ્રની ટીમ ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન માટે આવશે
પાલિકા નાગરિકોના મોબાઇલમાં એપ ડાઉનલોડ કરી સ્વચ્છતા ફીડબેકમાં જોડવા કામે લગાવ્યા છે. શહેરીજનો સ્વચ્છતા સર્વેક્ષણ 2020 સિટીઝન ફીડબેકના ઓનલાઇન પોર્ટલમાં જઇને પણ ફીડબેક આપી શકે છે. સિટિઝન ફીડબેકમાં દેશભરમાં આગ્રા નંબર વન પર ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસમાં કેન્દ્રની ટીમ સુરત શહેરમાં ડાયરેકટ ઓબ્ઝર્વેશન માટે આવનાર હોઇ પાલિકાનું તંત્ર સજાગ થઇ ગયું છે.

X
સુરત મહાનગરપાલિકા - ફાઇલ તસવીરસુરત મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી