• Home
  • Local
  • Gujarat
  • Surat
  • Surat police bring up two person include older woman from ahmedabad in case of teenager kidnapped, sold and rape

સુરત / અપહરણ બાદ વેચાયેલી કિશોરી સાથે દુષ્કર્મ કેસમાં અમદાવાદથી પોલીસ વૃદ્ધા સહિત બેને ઊંચકી લાવી

પીડિતાને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી ત્યારથી તસવીર અને આરોપી હરીશ
પીડિતાને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી ત્યારથી તસવીર અને આરોપી હરીશ

  • 15 વર્ષની કિશોરીને 70 હજારમાં વેચી દેવાનો મામલો 
  • આરોપી હરીશના પિતા સામે પણ કાર્યવાહી કરાશે

Divyabhaskar.com

Dec 30, 2019, 09:36 AM IST

સુરતઃ સચિન શ્રમ વિસ્તારમાંથી 15 વર્ષની કિશોરીનું અપહરણ કરી તેને 70 હજારમાં વેચી દઈ તેના પર 30 વર્ષના હરીશ ઈશ્વર સોલંકીએ દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં સચિન પોલીસ અલગ અલગ ટીમો બનાવી તપાસ માટે અમદાવાદ રવિવારે સવારે ગઈ હતી. જ્યાંથી પોલીસ વૃદ્વા સહિત બેને ઉંચકી લાવી છે.

ઘટના શું હતી?

સચિન શ્રમ વિસ્તારમાંથી 12 ઓગસ્ટે 15 વર્ષની કિશોરી ગુમ થતાં સચિન પોલીસે 10 દિવસ પછી 22મી ઓગષ્ટે અપહરણનો ગુનો નોંધ્યો હતો. અપહરણના મામલે સચિન પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે અમદાવાદ સૈજપુર-બોધા વિસ્તારમાં રહેતા હરીશ ઇશ્વર સોલંકીના ઘરેથી તરૂણીને મુક્ત કરાવી હતી. કિશોરીને એક વૃદ્વાએ 70 હજારમાં હરીશના પિતા ઈશ્વરને વેચી દીધી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પિતાએ પુત્રના લગ્ન માટે કિશોરીને વેચાણથી લીધી હોવાનું પણ જા‌ણવા મળ્યું છે. સચિન પોલીસે અમદાવાદથી પિતા-પુત્રને ઊંચકી લાવીને પૂછપરછ કરી છે. પોલીસે અમદાવાદના સૈજપુર-બોધા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય હરીશ ઈશ્વર સોલંકીની ધરપકડ કરી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર છે. હરીશ સોલંકીએ કિશોરી સાથે દુષ્કર્મ પણ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સચિન પોલીસે કિશોરીનું મેડિકલ પરિક્ષણ કરાવી અપહરણના ગુનામાં બળાત્કાર, પોક્સો એકટ તેમજ માનવ તસ્કરી સહિતની કલમો ઉમેરો કર્યો હતો. કડિયાકામ કરતા ઈશ્વરે કલોલની વૃદ્વા પાસેથી 70 હજારમાં કિશોરીને ખરીદી હતી. પોલીસ સમક્ષ તરૂણીએ જણાવ્યું કે એક વૃદ્વા મને કામકાજની લાલચ આપી લઈ ગઈ હતી અને અમદાવાદમાં વેચી મારી હતી.

લગ્ન કરવા માટે 70 હજારમાં કિશોરીને વેચાણથી લીધી હતી

રવિવારે પોલીસ અમદાવાદ ખાતે જ્યાથી વૃદ્વાએ તરૂણીને વેચી હતી તે જગ્યાએ પહોંચીને વૃદ્ધા સહિત બે જણાને ઊંચકી લાવી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે આ કેસમાં હરીશના પિતા જેણે અમદાવાદ કલોલની વૃદ્વા પાસેથી લગ્ન કરવા માટે 70 હજારમાં કિશોરીને વેચાણથી લીધી હતી. તેને લઈને પણ પોલીસે હરીશના પિતાની પૂછપરછ શરૂ કરી છે. હરીશના પિતા ઈશ્વરની સામે પણ પોલીસ ધરપકડની કાર્યવાહી કરે તેવી શકયતા છે.

અન્ય કોઈ તરૂણીને વેચી છે કે કેમ તે બાબતેનો પણ પર્દાફાશ થશે

15 વર્ષની તરૂણીને કામ આપવાની લાલચ આપીને સચીન ચોકડી પાસેથી વૃદ્વા લઈ ગઈ હતી અને અમદાવાદમાં કડીયાકામ કરતા ઈશ્વરને 70 હજારમાં વેચી દીધી હતી. આ ઘટના 12મી ઓગષ્ટે બની હતી. 10 દિવસ પછી 22મી ઓગષ્ટે સચીન પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો. હાલમાં અમદાવાદનો હરીશ ઇશ્વર સોલંકી 3 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. સાથે વૃદ્વા પકડમાં આવી હોવાથી અન્ય કોઈ તરૂણીને આવી રીતે વેચી છે કે કેમ તે બાબતેનો પણ પર્દાફાશ થશે.

X
પીડિતાને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી ત્યારથી તસવીર અને આરોપી હરીશપીડિતાને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી ત્યારથી તસવીર અને આરોપી હરીશ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી