રક્તદાનની સામે ડુંગળી / સુરતમાં ડુંગળીના વઘતા ભાવ સામે અનોખો વિરોધ, રક્તદાતાઓને ડુંગળી અપાઈ

મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું
મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું

  • રક્તદાતાઓને એક કિલો ડુંગળી આપવામાં આવી
  • શિવસેના દ્વારા અનોખા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Divyabhaskar.com

Dec 08, 2019, 05:30 PM IST

સુરતઃ ઉધના વિસ્તારમાં શિવસેના દ્વારા અનોખા વિરોધ પ્રદર્શન સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન કરનારને ડુંગળી આપવામાં આવી હતી. દેશમાં ડુંગળીના ભાવમાં વધારાની સામે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

રક્તદાનના બદલામાં ડુંગળી આપી વિરોધ નોંધાવ્યો

ઉધના વિસ્તારમાં આવેલા જલારામ નગર ખાતે શિવસેના દ્વારા ડુંગળીના વધતા ભાવ સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું અને રક્તદાનના બદલામાં ડુંગળી આપી વિરોધ નોંધાવ્યો હતો. શિવસેનના વિલાસ પાટીલે જણાવ્યું હતું કે, દેશમાં ડુંગળીનો ભાવ આસમાને પહોંચી રહ્યો છે. ડુંગળીના ભાવને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. સુરતમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને એક કિલો ડુંગળી આપવામાં આવી હતી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

X
મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યુંમોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી