સુરત / પલસાણાના અંભેટી ગામે 12 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ, આરોપી પીડિતાના પિતા સાથે મજૂરી કરતો હતો

પ્રતિકાત્મક ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે
પ્રતિકાત્મક ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે

  • કિશોરી ખેતરે જઈ રહી હતી એ દરમિયાન દુષ્કર્મ આચર્યુ
  • પિતા સામે ખોટું બોલેલી કિશોરીએ સિવિલમાં ઘટસ્ફોટ કર્યો

Divyabhaskar.com

Jan 24, 2020, 06:57 PM IST

સુરતઃપલસાણા તાલુકાના અંભેટી ગામે 12 વર્ષની બાળકીને ખેતરમાં લઈ જઈને યુવકે દુષ્કર્મ આચર્યું હતું. કિશોરીને ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતા સૌ પ્રથમ સીએચસી સેન્ટર અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લાવવામાં આવતાં કિશોરીએ સમગ્ર હકીકત કહી હતી.

આરોપી પીડિતાના પિતા સાથે મજૂરી કરતો

પલસાણાના અંભેટી ગામે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતાં પિતાને બે દીકરીઓ અને એક દીકરો છે. જેમાંથી બીજા નંબરની 12 વર્ષની કિશોરી શુક્રવારે બપોરના બે વાગ્યા આસપાસ ખેતરે જવા નીકળી હતી ત્યારે સોનુ નામનો પિતાની સાથે જ ખેત મજૂરી કરતો યુવક કિશોરીને અધવચ્ચે રસ્તામાંથી શેરડીના ખેતરમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તે નાસી ગયો અને કિશોરી રડતી રડતી માતા-પિતા જ્યાં ખેતરમાં મજૂરી કરતાં ત્યાં પહોંચી હતી. કિશોરીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળી રહ્યું હતું જેથી માતાએ કારણ પુછ્યું તો પિતાના ખીજાવાના ડરથી કિશોરી જુઠ્ઠું બોલી અને ઝાડ પરથી નીચે કોયતા પર પડતાં વાગ્યું હોવાનું જણાવ્યું હતું.

સિવિલમાં કિશોરીએ સત્ય ઉજાગર કર્યું

કિશોરીને સારવાર માટે સૌ પ્રથમ માતા પિતા નજીકના સીએચસી સરકારી સેન્ટર પર લઈ ગયાં હતાં. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી બાદમાં વધુ લોહી નીકળતું હોય સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કિશોરીને મોકલી આપવાં આવી હતી. 108 એમ્બ્યુલન્સમાં કિશોરીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. સિવિલમાં કિશોરીએ સોનુ નામના યુવકે કરેલા કૃત્ય અંગેનો ઘટસ્ફોટ કરતાં તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.

X
પ્રતિકાત્મક ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટેપ્રતિકાત્મક ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી